Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

'મારો દીકરો કહે તેમ જ કરવાનું':વટવાની યુવતી પર લગ્નના 4 જ દિવસમાં પતિએ 'વર્જિનિટી ચેક'ના નામે ત્રાસ ગુજાર્યો, સાસરિયાઓ પર FIR દાખલ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 28, 2026 👁 4 views
'મારો દીકરો કહે તેમ જ કરવાનું':વટવાની યુવતી પર લગ્નના 4 જ દિવસમાં પતિએ 'વર્જિનિટી ચેક'ના નામે ત્રાસ ગુજાર્યો, સાસરિયાઓ પર FIR દાખલ
અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં લગ્નના ગણતરીના દિવસોમાં જ પરિણીતા પર સાસરિયાઓ દ્વારા ગુજારવામાં આવતા અમાનવીય શારીરિક અને માનસિક અત્યાચારનો અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લગ્નના માત્ર 4 જ દિવસમાં પતિએ પત્ની સમક્ષ વર્જિનિટી ચેક કરવાની અણછાજતી શરત મૂકીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત પતિના અન્ય મહિલા સાથેના અનૈતિક સંબંધોનો વિરોધ કરતાં પરિણીતાને ઢોર માર મારવામાં આવ્યો હતો અને સાસુ-સસરા સહિતના સાસરિયાઓએ દહેજની માંગણી સાથે તેણીને ઘરમાંથી કાઢી મૂકી હતી. આ સમગ્ર મામલે ભોગ બનનાર પરિણીતાએ પતિ સહિત સાસરિયાઓ સામે વટવા પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. લગ્નના 4 જ દિવસમાં પતિએ વર્જિનિટી ચેક કરવાની શરત મૂકી ત્રાસ ગુજાર્યો ફરિયાદમાં જણાવેલી વિગતો અનુસાર, વટવા વિસ્તારમાં રહેતી 24 વર્ષીય યુવતીના લગ્ન ગત નવેમ્બર 2025માં આણંદના યુવક સાથે સામાજિક રીતિરિવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ યુવતી સાસરીમાં સંયુક્ત પરિવાર સાથે રહેવા ગઈ હતી. જોકે લગ્નના માત્ર 4 દિવસમાં જ પતિએ પોતાની અસલી માનસિકતા દર્શાવતાં કહ્યું હતું કે મારે તારી સાથે લગ્ન કરવા ન હતા અને માતા-પિતાના દબાણથી લગ્ન કર્યા છે. આટલું જ નહીં, પતિએ હું તારી વર્જિનિટી ચેક કરીને જ શારીરિક સંબંધ બાંધીશ તેવી અપમાનજનક વાતો કહીને પરિણીતાને ભારે માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પતિના અન્ય મહિલા સાથેના સંબંધનો વિરોધ કરતાં માર માર્યો લગ્નજીવન દરમિયાન પત્નીને જાણ થઈ હતી કે તેના પતિને અન્ય એક મહિલા સાથે આડાસંબંધો છે. પરિણીતાએ જ્યારે આ બાબતે પતિને અન્ય મહિલા સાથે સંબંધ ન રાખવા સમજાવવાનો પ્રયાસ કર્યો ત્યારે ઉશ્કેરાયેલા પતિએ ઝઘડો કરીને તેની સાથે નિર્દયતાપૂર્વક મારપીટ કરી હતી. આ ગંભીર બાબતે પરિણીતાએ પોતાના સાસુ અને સસરાને જાણ કરીને ન્યાયની માંગણી કરી ત્યારે તેમણે પણ દીકરાનો પક્ષ લઈને મારો છોકરો જેમ કહે તેમ જ તારે કરવાનું રહેશે તેવું કહીને પરિણીતા પર માનસિક દબાણ વધાર્યું હતું. દહેજની માંગણી સાથે ઘરમાંથી કાઢી મૂકતાં વટવા પોલીસમાં ફરિયાદ નોંધાઈ સમય જતાં પતિ, સાસુ અને સસરાએ ભેગા મળીને પરિણીતા પાસે પિયરમાંથી વધુ દહેજ લાવવા માટે સતત શારીરિક-માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આખરે સાસરિયાઓએ પરિણીતાને પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મૂકતાં તે પોતાના પિયરે પરત ફરવા મજબૂર બની હતી. સાસરિયાઓના અસહ્ય ત્રાસ અને દહેજની માંગણીથી કંટાળીને આખરે પરિણીતાએ વટવા પોલીસ સ્ટેશન પહોંચી પતિ સહિત સાસરિયાઓ વિરુદ્ધ ઘરેલું હિંસા અને દહેજ ઉત્પીડનની ફરિયાદ નોંધાવતાં પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan