Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

4.5 કરોડના વિવાદમાં કાર સળગાવી?

📰 News18 Gujarati 🕐 1 min read 📅 August 13, 2026 👁 4 views
4.5 કરોડના વિવાદમાં કાર સળગાવી?
રાતના સમયે એક શખ્સ આવ્યો. ઘરની કમ્પાઉન્ડ વોલ કૂદ્યો અને પાર્ક કરેલી કારની વિન્ડોનો કાચ તોડીને અંદર દીવાસળી ચાંપી દીધી. ઘટના વડોદરાના આજવા રોડની છે. જ્યાંના CCTV ફૂટેજમાં સ્પષ્ટ થાય છે કે એક શખ્સ બેગ સાથે દીવાલ કૂદીને અંદર ઘુસે છે. સળિયાથી કાચ તોડે છે અને દીવાસળી સળગાવીને કારની અંદર આગ લગાવીને ત્યાંથી પલાયન થઈ જાય છે. દાવો કરાઈ રહ્યો છે કે અંદાજે સાડા ચાર કરોડની પોન્ઝી સ્કીમને લઈને ચાલી રહેલા વિવાદનો ખાર રાખીને આ હરકત કરવામાં આવી છે.. ફરિયાદી પર સમાધાન કરવાનું દબાણ હતું જોકે, તેમણે સમાધાન ન કરતાં આ રીતે કાર સળગાવવાનો પ્રયાસ થયાનો દાવો કરાઈ રહ્યો છે. જોકે બાપોદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. FSLની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી છે.
Read full article on News18 Gujarati

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan