politics
પત્ની જાતે પિયરમાં રહેવા જતી રહેતા કોર્ટનો ભરણપોષણનો ઇનકાર:અમદાવાદમાં કોર્ટે કહ્યું-માત્ર ભરણપોષણ લેવા અરજી, લગ્ન જીવનમાં રસ નથી; મહિને 45 હજાર માગ્યા હતા
પતિનું ઘર છોડીને સ્વેચ્છાએ પિયરમાં રહેવા જતી રહેલી પત્નીની દર મહિને રૂ.45,000ના ભરણપોષણની માગણી કરતી અરજીને અમદાવાદની ફેમેલી કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે નોંધ્યું હતું કે, મહિલાને માત્ર ભરણપોષણ મેળવવામાં જ રસ છે અને તેને દામ્પત્ય કે લગ્ન જીવન પ્રત્યે કોઈ રસ દાખવ્યો નથી. લગ્ન જબરજસ્તી થયાનું પતિનું કહેવું, એક 14 મહિનાનો પુત્ર અમદાવાદની ફેમિલી કોર્ટમાં 22 વર્ષીય પરણિતાએ 28 વર્ષીય પતિ સામે ભરણપોષણની અરજી દાખલ કરી હતી. બંનેના લગ્ન 2022માં થયા હતા અને એક 14 મહિનાનો પુત્ર છે. પત્ની લગ્ન સમયે કરિયાવરનો સામાન લઈને સાસરે આવી હતી. પરંતુ સાસરીયાઓ કહેતા હતા કે તેના પિતાએ કરિયાવરમાં ગાડીની જગ્યાએ બાઈક આપ્યું છે. આ સાથે જ લગ્ન જબરજસ્તી થયા હોવાનું પતિ કહેતો હતો. ગર્ભાવસ્થા સમયે સુવાવડનો ખર્ચ પણ પિયરીયાએ આપ્યો પત્નીને ગાળો આપતા તેમજ રસોઈ બનાવતા આવડતી ન હોવાનું જણાવી માનસિક ત્રાસ પણ આપતા હતા. તેની ગર્ભાવસ્થા સમયે અને સુવાવડનો ખર્ચ પણ પિયરીયાએ આપ્યો હોવાની રજૂઆત કરી હતી. મહિલાના પિતા કેન્સરથી પીડિત છે. પતિ મહિને 1 લાખથી વધુ કમાય છે તેનો પતિ ટ્રાવેલ્સ બુકિંગનો ધંધો કરીને મહિને 1 લાખથી વધુ કમાય છે. જેથી તેને માસિક 45000 રૂપિયા ભરણપોષણ તેમજ પુત્રના ભરણપોષણની સાથે કુલ 55 હજાર રૂપિયા અને મકાન ભાડાના અલગથી 5,300 આપવામાં આવે. પતિએ કહ્યું-મારા પર ખોટા આક્ષેપો મૂક્યા પતિ વતી અયાઝ શેખે દલીલો કરી હતી કે, મારા પર ખોટા આક્ષેપો મૂક્યા છે. ખરેખરમાં તેના લગ્ન જીવનમાં પિયર પક્ષેથી વધુ દખલ અંદાજી કરવામાં આવી રહી હતી. મારી આટલી આવક નથી, વળી તે ઘર સ્વેચ્છા છોડીને જતી રહી છે અને લગ્ન જીવન ભોગવવા તૈયાર નથી. આ કેસમાં બંને પક્ષે પુરાવા અને સાહેદ રજુ કરવા આવ્યા હતા. એડવોકેટ અયાઝ શેખના જણાવ્યા અનુસાર જ્યારે પત્નીને ઉલટ તપાસમાં પૂછવામાં આવ્યું કે તમારે કેટલા રૂપિયા જોઈએ છે? ત્યારે તેને 25 લાખ રૂપિયા જણાવ્યું હતું. પત્નીની ભરણપોષણની અરજી ના મંજૂર કોર્ટે નોંધ્યું હતું કે, આ અરજી હેતુ માત્ર ભરણપોષણ મેળવવાનો છે. તેને લગ્ન ભોગવવામાં રસ નથી પતિની આવક પણ મહિને 30થી 35 હજાર રૂપિયા લાગી રહી છે. ત્યારે સગીર પુત્રને મહિને રૂ.7 હજાર ભરણ પોષણ ચૂકવવા સિવાય પત્નીની ભરણપોષણની અરજી ના મંજૂર કરવામાં આવી હતી.
Read full article on Divya Bhaskar