Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

'તમારું એકાઉન્ટ મની લોન્ડરિંગમાં વપરાયું છે':સુરતમાં દંપતીને 5 દિવસ ડિજિટલ અરેસ્ટ રાખી 13 લાખ પડાવ્યા, મુંબઈનો ઇક્વિપમેન્ટ સપ્લાયર દિલ્હીથી ઝડપાયો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 10, 2026 👁 1 views
'તમારું એકાઉન્ટ મની લોન્ડરિંગમાં વપરાયું છે':સુરતમાં દંપતીને 5 દિવસ ડિજિટલ અરેસ્ટ રાખી 13 લાખ પડાવ્યા, મુંબઈનો ઇક્વિપમેન્ટ સપ્લાયર દિલ્હીથી ઝડપાયો
મુંબઈમાં ઇક્વિપમેન્ટ સપ્લાયર તરીકે કામ કરતો 35 વર્ષીય અફાક આલમ અંસારી સાયબર માફિયાઓ સાથે મળીને બેંક ખાતા સપ્લાય કરવાનું મોટું નેટવર્ક ચલાવતો હતો. સુરતમાં રહેતા એક દંપતીને સીબીઆઈ અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નામે ધમકાવી, 5 દિવસ સુધી ઘરમાં જ ડિજિટલ અરેસ્ટ રાખીને રૂપિયા 13 લાખ પડાવી લેવામાં આવ્યા હતા. આ ઠગાઈના નાણાં જે બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા, તે એકાઉન્ટ ઓપરેટ કરનાર મુખ્ય સાગરીત અફાક આલમને સુરત સિટી સાયબર ક્રાઈમ સેલની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે દિલ્હી ખાતેથી દબોચી લીધો છે. CBI અને મુંબઈ પોલીસના નકલી લેટરો બતાવી ખેલ રચ્યો સાયબર ગઠિયાઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી સુરતના દંપતીને વોટ્સએપ અને વિડીયો કોલ કર્યા હતા. ઠગોએ ભોગ બનનારના નામ પર બોગસ સિમકાર્ડ અને કેનેરા બેંકમાં ખાતું ખૂલ્યું હોવાનું જણાવી ડરાવ્યા હતા. ત્યારબાદ મુંબઈ પોલીસના લોગોવાળા બોગસ આઈકાર્ડ, સીબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને સુપ્રીમ કોર્ટના નકલી લેટરો મોકલ્યા હતા. જેટ એરવેઝના નરેશ ગોયલના કરોડો રૂપિયાના મની લોન્ડરિંગ અને ફ્રોડ કેસમાં તેમની સંડોવણી હોવાનું કહી એરેસ્ટ વોરંટની ધમકી આપી હતી. છેવટે વેરિફિકેશનના બહાને દંપતી પાસેથી અલગ-અલગ ખાતામાં રૂપિયા 13 લાખ પડાવી લીધા હતા. રૂપિયા 3 લાખના કમિશનની લાલચમાં કંપનીનું ખાતું ઠગોને સોંપ્યું મૂળ ઉત્તર પ્રદેશના બિજનોરનો અને હાલ મુંબઈના મલાડ વેસ્ટમાં રહેતો આરોપી અફાક આલમ છેલ્લા 2 વર્ષથી 'સ્ટારટેક લિમિટેડ' નામની ફર્મ ચલાવતો હતો. આરોપીએ દિલ્હીના સરનામા પર પોતાની ફર્મ બનાવી યશ બેંકમાં કરન્ટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. માત્ર રૂપિયા 3 લાખના કમિશનની લાલચમાં આવીને તેણે આ બેંક એકાઉન્ટ સાયબર ક્રાઈમ આચરતી ગેંગના નાસતા ફરતા સાગરીતોને સોંપી દીધું હતું. આ એકાઉન્ટમાં સુરતના દંપતી પાસેથી પડાવેલા રૂપિયા 13 લાખ જમા થયા હતા. ખાતામાંથી 1 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન અને અન્ય રાજ્યોમાં ગુના નોંધાયા પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા આરોપીના કરન્ટ બેંક એકાઉન્ટમાં 6 ડિસેમ્બર 2025થી 21 જાન્યુઆરી 2026 સુધીના ટૂંકા ગાળામાં રૂપિયા 1,05,37,721ના શંકાસ્પદ વ્યવહારો થયા હતા. આ બેંક એકાઉન્ટની વિગતો કેન્દ્રીય ગૃહ મંત્રાલયના NCCRP પોર્ટલ પર ચકાસતાં દેશના અલગ-અલગ રાજ્યોમાં કુલ 3 ગંભીર ફરિયાદો નોંધાઈ હોવાનું ખૂલ્યું છે. જેમાં સાયબર ગઠિયાઓએ આ એકાઉન્ટ મારફતે કુલ રૂપિયા 2,43,03,521ની છેતરપિંડી આચરી હોવાનું સપાટી પર આવ્યું છે. ડીસીપી બિશાખા જૈને જણાવ્યું- હૈદરાબાદના 2.13 કરોડના ફ્રોડ સાથે પણ કનેક્શન ડીસીપી બિશાખા જૈને જણાવ્યું હતું કે, "રૂપિયા 13 લાખના ડિજિટલ અરેસ્ટ મામલામાં સુરત સાયબર ક્રાઈમને મોટી સફળતા મળી છે. જેમાં મુખ્ય એકાઉન્ટ હોલ્ડર અફાક આલમ અંસારીને દિલ્હીથી પકડવામાં આવ્યો છે. આ આરોપીએ કમિશનની લાલચમાં નાસતા ફરતા આરોપીઓને ખાતું આપ્યું હતું. પોર્ટલ પર તપાસ કરતાં આ ખાતાનો ઉપયોગ અન્ય બે ડિજિટલ અરેસ્ટ અને એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં પણ થયો હોવાનું ખૂલ્યું છે. જેમાં હૈદરાબાદના એક વિક્ટિમ સાથે રૂપિયા 2 કરોડ 13 લાખનો ડિજિટલ અરેસ્ટનો ગુનો પણ આ જ ખાતા સાથે જોડાયેલો છે. જે અંગે તે રાજ્યની પોલીસને પણ જાણ કરવામાં આવશે અને નાસતા ફરતા અન્ય આરોપીઓને ઝડપી લેવા તજવીજ ચાલુ છે."
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan