top
જામજોધપુરમાં સ્ટ્રીટ લાઈટ નીચે જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા:પોલીસ દરોડામાં 2 ફરાર, 48,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો
જામજોધપુરમાં પોલીસે જાહેરમાં ચાલતા જુગાર પર દરોડો પાડ્યો છે. સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા પાંચ લોકો પકડાયા હતા.પકડાયેલા લોકોમાં મેહુલભાઈ વસ્તાભાઈ પાટડીયા, ચંદ્રેશભાઈ કિશોરભાઈ વરાણીયા, કાનજીભાઈ જીકાભાઈ વાઘેલા, ભાવેશભાઈ અશોકભાઈ ડાભી અને પ્રકાશચંદ્ર ભુપતભાઈ લુદરીયાનો સમાવેશ થાય છે. જ્યારે ભરતભાઈ ધામેચા અને રમેશભાઈ મંગાભાઈ લુદરીયા પોલીસને જોઈને ભાગી ગયા હતા.પોલીસે ઘાસ ગોડાઉન પાસે આ દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન રોકડા 13,400 રૂપિયા, ગંજીપત્તાના 52 પાના અને એક મોટરસાયકલ સહિત કુલ 48,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા કલમ 12 હેઠળ કાર્યવાહી કરી છે.
Read full article on Divya Bhaskar