crime
મહિલાને માથામાં લાકડી મારી:નેકોઈમાં પ્રેમલગ્નની અદાવતમાં 5 શખ્સોનો વૃદ્ધ દંપતી પર લાકડી અને ધારિયાથી હુમલો
ઓગડ તાલુકાના નેકોઈ ગામે દીકરાએ પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કરતાં મનદુઃખ રાખીને 5 શખ્સોએ વૃદ્ધ દંપતી પર જીવલેણ હુમલો કર્યો હતો. મહિલાના વાળ પકડી જમીન પર પાડી હાથ અને માથામાં લાકડીના ઘા માર્યા હતા.જ્યારે તેના પતિના માથામાં ધારિયાથી વાર અને બરડામાં લાકડીનો માર માર્યો હતો. ઓગડ તાલુકાના નેકોઈ ગામે શુક્રવારે સાંજે હંસાબેન અને તેમના પતિ દાદુજી ઘરે હતા ત્યારે પાંચ આરોપીઓ લાકડી અને ધારિયા સાથે આવી પહોંચ્યા હતા. દીકરાએ પરિવારની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા અને સામાજિક વ્યવહારનો મુદ્દો ઉઠાવી આરોપીઓએ ગાળો બોલી હુમલો કર્યો હતો. હંસાબેનના વાળ પકડી તેમને જમીન પર પાડી લાકડીથી ડાબા હાથ અને માથામાં ઈજાઓ પહોંચાડી હતી, જ્યારે દાદુજીના માથામાં ધારિયાથી ઘા અને બરડામાં લાકડીનો માર મરાયો હતો. હુમલાખોરો દંપતીને લોહીલુહાણ હાલતમાં ફેંકીને જતા જતા પણ અપશબ્દો બોલીને ધમકી આપી ગયા હતા કે,આજે તો બચી ગયા છો, જો સામાજિક વ્યવહાર નહીં પતાવો તો જાનથી મારી નાખીશું. 08 મારફતે ઇજાગ્રસ્ત દંપતીને પ્રથમ દિયોદર સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે દિયોદરની જ ખાનગી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ હંસાબેને થરા પોલીસ મથકે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. આ શખ્સો સામે ફરિયાદ (1)વિનાજી ગેમરજી ઠાકોર (2) ટીનાજી અમરતજી ઠાકોર (3) વનાજી બેચરજી ઠાકોર (4) વેલાજી વિસાજી ઠાકોર (5) દશરથજી વિસાજી ઠાકોર (તમામ રહે. થરા, તા.ઓગડ)
Read full article on Divya Bhaskar