Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

સોનાના દાગીના-ચાંદીની 5 મૂર્તિઓ ચોરનાર રાજસ્થાનથી ઝડપાયો:પાયલનો એક ટુકડો ઉદયપુરમાં વેચી દીધો, વડોદરામાં 5 મહિના જૂની ચોરીનો ભેદ ઉકેલાયો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 28, 2026 👁 4 views
સોનાના દાગીના-ચાંદીની 5 મૂર્તિઓ ચોરનાર રાજસ્થાનથી ઝડપાયો:પાયલનો એક ટુકડો ઉદયપુરમાં વેચી દીધો, વડોદરામાં 5 મહિના જૂની ચોરીનો ભેદ ઉકેલાયો
વડોદરાના અટલાદરા વિસ્તારમાં પાંચ મહિના અગાઉ થયેલી ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં અટલાદરા પોલીસને સફળતા મળી છે. ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસે રાજસ્થાનના 38 વર્ષીય આરોપી હીરાલાલ નવલજી કીરને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછ દરમિયાન ચોરીની કબૂલાત કરતા પોલીસે રાજસ્થાન ખાતે તેના ઘરેથી સોનાના દાગીના અને ચાંદીની 5 નાની મૂર્તિઓ સહિત કુલ 70 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલ આરોપી હીરાલાલ નવલજી કીર, (ઉં.વ. 38, હાલ રહે. કોટડા બડા ગામ, તા. ગઢી, જિ. બાંસવાડા, રાજસ્થાન; મૂળ રહે. કરેલી ગામ, પોસ્ટ બડગામ, થાણા સરાડા, તા. જિ. સલૂમ્બર, રાજસ્થાન) સોનાની પાયલ, બંગડી, બે મંગળસૂત્ર, ચાંદીની 5 મૂર્તિઓ ચોરી હતી અટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ફરિયાદીના મકાનના પ્રથમ માળે આવેલા રૂમના ખુલ્લા કબાટમાંથી લોકરની ચાવી મેળવી લોકર ખોલી સોનાની પાયલ, સોનાની બંગડી, બે મંગળસૂત્ર, ચાંદીની પાંચ નાની મૂર્તિઓ તથા રૂ.25 હજાર રોકડ મળી કુલ મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી. આ ગુનાની તપાસ દરમિયાન અટલાદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સની ટીમે ટેક્નિકલ માહિતી તેમજ પોતાના બાતમીદારોને સક્રિય કર્યા હતા. દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે અટલાદરા આર્યા એમ્પાયરથી સત્વ સહજ સોસાયટી તરફ જતા હાઈટેન્શન રોડ પર વોચ ગોઠવી હતી. ત્યાં શંકાસ્પદ હાલતમાં મળી આવેલા રાજસ્થાનના હીરાલાલ નવલજી કીરની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી હતી. મકાનમાં સંતાડેલો 70 હજારનો મુદ્દામાલ જપ્ત પોલીસની સઘન પૂછપરછમાં આરોપીએ ફરિયાદીના ઘરેથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. ત્યારબાદ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. રિમાન્ડ દરમિયાન આરોપીએ ચોરીના કેટલાક દાગીના રાજસ્થાનમાં પોતાના રહેણાક મકાનમાં સંતાડ્યા હોવાની કબૂલાત કરતાં પોલીસે ત્યાંથી રૂ.20 હજારની સોનાની બંગડી, રૂ.40 હજારની સોનાની પાયલ અને રૂ.10 હજારની ચાંદીની પાંચ નાની પૂજાની મૂર્તિઓ, એમ કુલ રૂ.70 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પાયલનો એક ટુકડો ઉદયપુરમાં વેચી દીધો પોલીસ તપાસમાં ચોરી કરેલું આશરે રૂ.60 હજારનું સોનાનું મંગળસૂત્ર અને આશરે રૂ.20 હજારની કિંમતની સોનાની પાયલનો એક ટુકડો ઉદયપુરની મુથૂટ ગોલ્ડ એજિમ પોઈન્ટ પ્રાઇવેટ લિમિટેડ ખાતે વેચી દીધો હોવાનું સામે આવ્યું છે. આ મુદ્દામાલ પરત મેળવવા માટે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan