crime
બોગસ બાનાખત અને ખોટી સહીઓથી પ્રોપર્ટી વેચવાનું કૌભાંડ ખુલ્લું પડ્યું:પાનસુરિયા બિલ્ડર પરિવારના 5 ભાગીદારો સામે ₹10 કરોડની છેતરપિંડીના વધુ 2 ગુના
વડોદરાના હરણી સમા લિંક રોડ પર આવેલી કન્સ્ટ્રક્શન સાઇટોમાં રોકાણ સામે સારા વળતરની લાલચ આપીને રૂા.10 કરોડથી વધુ પડાવી લેનાર એસ.પી. ઈન્ફ્રા એન્ડ કંપની ધરાવતા પાનસુરિયા પરિવારના 5 ભાગીદારો સામે હરણી પોલીસ સ્ટેશનમાં બે અલગ-અલગ ગુના નોંધાયા છે. હરણી પોલીસ મથકમાં ગોધરાના જ્યોતિકાબેન દિક્ષિતકુમાર પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, સિદ્ધેશ્વર પેરેડાઇઝ, પેસિફિક અને પ્રાઇમ પ્લસ સાઇટની 8 પ્રોપર્ટી પેટે તેને રૂ. 6.83 કરોડ ચૂકવ્યા હતા. બિલ્ડરોએ સિદ્ધેશ્વર પેરેડાઈઝના મલ્ટીપ્લેક્ષ સ્ક્રીન 1 અને 2 અન્યને વેચી તેમાંથી રૂ. 3.05 કરોડ પરત કર્યા અને બાકી રકમ સામે 6 ફ્લેટના બાનાખત કર્યા હતા. પરંતુ રજિસ્ટર્ડ બાનાખત ચાલુ હોવા છતાં, આરોપી પ્રવિણ પાનસુરિયાએ ફરિયાદીની જાણ બહાર ખોટી સહીઓ કરી બાપોદ રજિસ્ટ્રાર કચેરીમાં એકતરફી રદ-બાનાખત ઊભા કરી ફ્લેટ અન્ય લોકોને વેચી દીધા હતા. તમામ હિસાબ બાદ પણ રૂા. 6.66 કરોડથી વધુ રકમ પરત મેળવવાની નીકળે છે. જ્યારે બીજી ફરિયાદ લુણાવાડાના શિક્ષક ચંદ્રકાંતભાઈ ભૂલાભાઈ પટેલે નોંધાવી છે. જેમાં તેમણે તથા પત્ની હીનાબેને સિદ્ધેશ્વર પેરેડાઇઝની 8 દુકાનો પેટે ચેક અને રોકડા મળી રૂ. 3.32 કરોડથી વધુ ચૂકવ્યા હતા. મુદત પૂરી થવા છતાં દસ્તાવેજ કે પઝેશન ન આપી, દુકાન નં. 1 નું બાનાખત ફરિયાદીની ખોટી સહીઓથી બોગસ રદ-લેખ બનાવી રદ કરાવી અન્યને વેચી માર્યું હતું. હરણી પોલીસે બંને ગુના સંદર્ભે તપાસ હાથ ધરી છે. આરોપીઓનાં નામ (તમામ રહે- બી-402, પ્રેમ દર્શન સોસાયટી, વેમાલી ગામ)
Read full article on Divya Bhaskar