crime
લણવામાં ઘરમાં ઘૂસેલો ચોર 50 હજાર ચોરી ગયો:ઘરની બહાર પરિવાર સૂતો હતો,અંદર તસ્કર તિજોરી તોડી ફરાર
ચાણસ્મા તાલુકાના લણવા ગામમાં પરિવાર ઘરની બહાર સેડ નીચે સૂતો હતો ત્યારે તસ્કર પાછળની બારી તોડી ઘરમાં ઘૂસ્યો હતો. તસ્કરે ઘરમાં રાખેલી તિજોરીનું લોક તોડી સોનાની બુટ્ટી, ચાંદીના સિક્કા અને રોકડ મળી કુલ 50 હજારની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયો હતો. સવારે પરિવારજનો જાગીને ઘરમાં ગયા ત્યારે બારી તૂટેલી અને ઘરનો સામાન અસ્તવ્યસ્ત જોવા મળતાં ચોરીની જાણ થઈ હતી.આ અંગે ફરિયાદ નોંધાઈ હતી. 24 જુલાઈ ની રાત્રે પોણા બાર વાગ્યાના અરસામાં વિક્રમકુમાર અમૃતલાલ પટેલ, તેમની પત્ની, માતા, બે સંતાનો અને નાના ભાઈ સહિત પરિવારના સભ્યો ઘરની આગળ સેડ નીચે સૂતા હતા. રાત્રે 11.45 થી સવારે 6:00 દરમિયાન અજાણ્યો તસ્કર ઘરની પાછળની બારી તોડી અંદર પ્રવેશ્યો હતો. ઘરમાં પ્રવેશ્યા બાદ તસ્કરે તિજોરીનું લોક પણ તોડી નાખ્યું હતું. તિજોરીમાંથી આશરે 8 ગ્રામ વજનની ચાર નંગ સોનાની બુટ્ટી રૂ.40 હજાર, ચાર નંગ ચાંદીના સિક્કા કિંમત રૂ 2 હજાર અને રૂ 8 હજાર રોકડા મળી કુલ રૂ 50 હજારની મત્તા ચોરી કરી હતી. સવારે વિક્રમકુમાર જાગીને ઘરમાં ગયા ત્યારે પાછળની બારી તૂટેલી અને તિજોરી તેમજ અન્ય સામાન અસ્તવ્યસ્ત જોવા મળ્યો હતો. પરિવારજનો અને આસપાસના લોકો એકત્ર થયા બાદ ગામમાં તસ્કરની શોધખોળ કરી હતી, પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો. અંતે વિક્રમકુમાર પટેલે ચાણસ્મા પોલીસ મથકે અજાણ્યા તસ્કર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Read full article on Divya Bhaskar