top
શેઠવડાળામાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા 6 ઝડપાયા:પોલીસે રૂ.12,400 રોકડ, ગંજીપત્તા અને ટોર્ચ લાઇટ કબજે કરી, વધુ તપાસ શરૂ
જામનગર જિલ્લાના શેઠવડાળા ગામની સાતકોશી સીમમાં આવેલા સાતેશ્વર મહાદેવ મંદિર પાસે પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા 6 લોકોને ઝડપી પાડ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, આ લોકો ઝાડ નીચે ગોળ કુંડાળું વળીને તીનપત્તીનો જુગાર રમી રહ્યા હતા. તેઓ પૈસાની હારજીત કરતા હતા. દરોડા દરમિયાન અમિતભાઈ રમેશભાઈ લાલકીયા, મહેશભાઈ ઠાકરશીભાઈ લાલકીયા, રેનીશભાઈ જગદીશભાઈ વાઘેલા, લખીયારભાઈ ઉર્ફે લાખો જીવાભાઈ ઘોઘા, રમેશભાઈ પાલાભાઈ રાઠોડ અને નુરમામદભાઈ ઇસ્માઈલભાઈ ભટ્ટીને પકડવામાં આવ્યા હતા. પોલીસે તમામ પાસેથી અંગઝડતીના રોકડા અને જુગારના પટમાંથી મળેલી રોકડ મળી કુલ રૂ.12,400 કબજે કર્યા હતા. આ ઉપરાંત ગંજીપત્તાના પાના અને એક ટોર્ચ લાઇટ પણ જપ્ત કરવામાં આવી હતી. શેઠવડાળા પોલીસે જુગારધારા કલમ-12 હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.
Read full article on Divya Bhaskar