Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

📰 Abp News 🕐 1 min read 📅 August 16, 2026 👁 4 views
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

Rajkot drowning incident 2026: આજનો રવિવાર બે પરિવારો માટે કાળમુખો અને ગોઝારો સાબિત થયો છે. રાજ્યમાં એક જ દિવસે બે અલગ-અલગ જગ્યાએ પાણીમાં ડૂબી જવાથી કુલ 6 માસૂમ બાળકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ બંને ઘટનાઓ નાના બાળકો ધરાવતા દરેક માતા-પિતા માટે લાલબત્તી સમાન છે.

રાજકોટ: જન્મદિવસની ઉજવણી માતમમાં ફેરવાઈ, 4 બાળકોના મોત

રાજકોટની ભાગોળે આવેલા બેડી ગામની સીમમાં આજે એક ખૂબ જ કરુણ અને હૃદયદ્રાવક ઘટના બની. ફલકુ ડેમમાં ડૂબી જવાથી એક જ કુટુંબના 4 બાળકોના મોત થયા છે. બનાવની જાણ થતાં જ ACP સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા.

મળતી માહિતી મુજબ, રાજકોટના પુનિતના ટાંકા પાસે આવેલા ખોડિયાર નગરમાં રહેતા વેપારી સાજિદભાઈના દીકરા સોહનનો આજે જન્મદિવસ હતો. પરિવારના બાળકો બેડી ગામ પાસે આવેલી દરગાહમાં દર્શન કરવા માટે ગયા હતા અને ત્યારબાદ ડેમમાં નાહવા પડ્યા હતા. પાણીનો અંદાજ ન રહેતા ચારેય બાળકો ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા.

મૃતકોમાં બે સગા ભાઈઓ સેફાન સાજીદભાઈ સોરા (ઉ.વ. 7) અને સોહન સાજીદભાઈ સોરા (ઉ.વ. 11) નો સમાવેશ થાય છે. તેમની સાથે જૂના રોણકી ગામે રહેતા તેમના કૌટુંબિક ભાઈ-બહેન આલિફા અક્રમભાઈ સોરા (ઉ.વ. 9) અને સાહિલ અજમલભાઈ સોરા (ઉ.વ. 17) નું પણ ડૂબી જવાથી મોત થયું છે. બે સગા ભાઈઓ સહિત એક જ પરિવારના 4 બાળકોના એકસાથે મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ઘટનાની જાણ થતાં જ બેડી ગામના આગેવાનો અને તાલુકા પંચાયતના સદસ્ય ભરતભાઈ ડાભી તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. હોસ્પિટલમાં મોટી સંખ્યામાં ભેગા થયેલા પરિવારજનોના હૈયાફાટ રુદનથી ગમગીની છવાઈ ગઈ હતી. હાલ પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે.

ઉમેટા: રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં ડૂબી જતાં 2 બાળકોના મોત

બીજી કરુણ ઘટના ઉમેટા નજીક આવેલા એક રિસોર્ટમાં બની છે. વડોદરાના તાદલજા વિસ્તારમાં રહેતો એક પરિવાર શનિ-રવિની રજા માણવા માટે આ રિસોર્ટમાં આવ્યો હતો. પરંતુ આ રજા તેમના માટે જિંદગીભરનો દર્દનાક ઘાવ બની ગઈ. રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં નાહવા પડેલા બે માસૂમ બાળકો અચાનક ડૂબવા લાગ્યા હતા.

માતા-પિતાએ તાત્કાલિક બંને બાળકોને પૂલમાંથી બહાર કાઢ્યા હતા અને 112 જનરક્ષક ટીમની મદદથી તેમને તાત્કાલિક સારવાર માટે આંકલાવ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ત્યાં ફરજ પરના તબીબોએ બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા. બે ફૂલ જેવા માસૂમ દીકરાઓના મોતથી તાદલજાનો આ પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયો છે.

આ બંને ઘટનાઓ એ વાતની ચેતવણી આપે છે કે જ્યારે પણ બાળકો પાણી (ડેમ, નદી કે સ્વિમિંગ પૂલ) ની આસપાસ હોય, ત્યારે માતા-પિતાએ ક્યારેય પણ તેમના પરથી નજર હટાવવી જોઈએ નહીં.

Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan