Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

કોટ વિસ્તારના રહીશોને રાહત:કાલુપુરની પોળોમાં રોડથી ગટર સુધીની સમસ્યા ઉકેલવા મ્યુનિ. 60 લાખ ખર્ચશે

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 3, 2026 👁 7 views
કોટ વિસ્તારના રહીશોને રાહત:કાલુપુરની પોળોમાં રોડથી ગટર સુધીની સમસ્યા ઉકેલવા મ્યુનિ. 60 લાખ ખર્ચશે
શહેરના કોટ વિસ્તારની પોળોમાં રોડ, પાણી, ગટર અને પ્રદૂષિત પાણી સહિતની સમસ્યાઓથી સ્થાનિકો પરેશાન છે. કાલુપુર વિસ્તારમાં આવી ફરિયાદોના નિકાલ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રૂ.60 લાખના ખર્ચે કામગીરી કરવાનું આયોજન કર્યું છે. સીસીઆરએસ અને વોર્ડ કચેરીમાં મળતી ફરિયાદોના આધારે રોડનું પેચવર્ક, પથ્થર પેવિંગ, પાણીની સમસ્યાઓ, ડ્રેનેજની સફાઈ તેમજ પોળોનાં નામનાં બોર્ડનું રિપેરિંગ અને નવા બોર્ડ બનાવવાની કામગીરી હાથ ધરાશે. ખાડિયા વોર્ડમાં આવતા કાલુપુર વિસ્તારમાં પોળોના રસ્તાઓ પર પથ્થર પેવિંગ ખરાબ થઈ જવાથી વાહનચાલકો અને વૃદ્ધોને અવરજવરમાં મુશ્કેલી પડે છે. આ સમસ્યાના ઉકેલ માટે રોડ મેઇન્ટેનન્સ વિભાગની પેચવર્ક અને પથ્થર પેવિંગની કામગીરી પાછળ રૂ.20 લાખ ખર્ચવામાં આવશે. પાણીના ઓછા પ્રેશરથી પાણી મળવું, ગંદા પાણીની ફરિયાદોના નિકાલ માટે રૂ.10 લાખની જોગવાઈ કરવામાં આવી છે. ગટરલાઇન સંબંધિત આવી ફરિયાદોનો નિકાલ કરવા મ્યુનિ. તંત્ર રૂ.10 લાખ ખર્ચશે. ઉપરાંત કાલુપુરની વિવિધ પોળોનાં નામ દર્શાવતાં બોર્ડનું રિપેરિંગ, રંગકામ અને જરૂરિયાત મુજબ નવાં બોર્ડ બનાવવા માટે પણ રૂ.10 લાખ ખર્ચવાનું આયોજન છે. કોની પાછળ કેટલો ખર્ચ થશે? • રોડ પેચવર્ક અને પથ્થર પેવિંગનું કામ : રૂ. 20 લાખ • ડ્રેનેજ સફાઈ અને મેઇન્ટેનન્સ : રૂ. 10 લાખ • ઓછા પ્રેશર અને ગંદા પાણીની ફરિયાદનો નિકાલ : રૂ. 10 લાખ • પોળોના નામનાં બોર્ડનું સમારકામ અને નવા બોર્ડ : રૂ. 10 લાખ • પ્રદૂષિત પાણીના સમયે ટેન્કરથી સપ્લાયની વ્યવસ્થા રૂ. 10 લાખ • કુલ ખર્ચ : રૂ. 60 લાખ
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan