Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

61 મહિલાઓને સુપૌષ્ટિક કીટનું વિતરણ:ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 12, 2026 👁 5 views
61 મહિલાઓને સુપૌષ્ટિક કીટનું વિતરણ:ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો
પંચમહાલ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત મહિલાઓને સુપૌષ્ટિક કીટનું વિતરણ કરાયું. આ કાર્યક્રમ પંચમહાલ જિલ્લા ભાજપ લઘુમતી મોરચા દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં અંદાજિત 61 જેટલી સુપૌષ્ટિક કીટનું મહિલાઓને વિતરણ કરાયું હતું. આ પ્રસંગે લઘુમતી મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ રિઝવાન મુલતાની, જિલ્લા પ્રમુખ મુસ્તુફા પુનાવાલા, જિલ્લા ઉપપ્રમુખ તાહિર હાજી, ગોધરા નગર પ્રમુખ નિર્મિત દેસાઈ તેમજ જિલ્લા મહામંત્રી શહીદ ખાન અને ગોધરા નગરપાલિકા વોર્ડ નંબર 6 ના સભ્ય ફાતિમાબેન પાઘડીવાલા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જન્મદિવસની ઉજવણીને સામાજિક સેવા સાથે જોડીને મહિલાઓને સુપૌષ્ટિક કીટનું વિતરણ કરવાની આ પહેલને ઉપસ્થિત લોકો દ્વારા આવકારવામાં આવી હતી.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan