Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

ગુજરાત હાઇકોર્ટે ડોક્ટરની જામીન અરજી ફગાવી:ગેરકાનૂની ગર્ભપાત કરતા સુરતનો 67 વર્ષીય ડોકટર 6 મહિનાથી જેલમાં, ગર્ભને કિમ નદીમાં ફેંકીને રેપિસ્ટ સામેના પુરાવાનો નાશ કર્યો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 12, 2026 👁 4 views
ગુજરાત હાઇકોર્ટે ડોક્ટરની જામીન અરજી ફગાવી:ગેરકાનૂની ગર્ભપાત કરતા સુરતનો 67 વર્ષીય ડોકટર 6 મહિનાથી જેલમાં, ગર્ભને કિમ નદીમાં ફેંકીને રેપિસ્ટ સામેના પુરાવાનો નાશ કર્યો
ગુજરાત હાઈકોર્ટમાં સુરતના ડોકટર જીતેન્દ્રસિંહ રાણા દ્વારા રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી, જેને કોર્ટે નકારી નાખી છે. આરોપીઓ સામે સુરતના ગ્રામ્યના કોસંબા પોલીસ સ્ટેશન ખાતે BNSની વિવિધ કલમો અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. પીડિતાના 21 અઠવાડિયાના ગર્ભનો ગેરકાયદેસર ગર્ભપાત કર્યો અરજદાર ડોકટરે પીડિતાના 21 અઠવાડિયા અને 5 દિવસના ગર્ભનો ગેરકાયદેસર ગર્ભપાત કર્યો હતો, જે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટની મર્યાદા 20 અઠવાડિયા કરતાં વધુ હતો. આ મેડિકો-લીગલ કેસ હોવા છતાં, અરજદારે કાયદાકીય ફરજ મુજબ પોલીસને જાણ કરી ન હતી. રેપિસ્ટ સામે ગુનો પુરવાર કરવા બાળકના DNA સેમ્પલ ન મળી શકે તે માટે અરજદારે મૃત જન્મેલા ભ્રૂણને કિમ નદીમાં ફેંકાવી દીધું હતું અને હોસ્પિટલના મેડિકલ રેકોર્ડ્સ તેમજ કાગળોનો નાશ કર્યો હતો. અરજદાર ડોક્ટર વતી રજૂઆત કરવામાં આવી હતી કે માત્ર એક તબીબ છે અને તેમણે વ્યાવસાયિક સેવા આપી છે. ચાર્જશીટ ફાઇલ થઈ ગઈ છે, તેથી હવે અરજદાર પાસેથી કશું રિકવર કરવાનું બાકી નથી. પીડિતા તે સમયે વયસ્ક હતી અને શોષણમાં અરજદારની કોઈ ભૂમિકા ન હતી. અરજદાર સામે ભૂતકાળમાં મેડિકલ નેગ્લિજન્સના બે ગુના સરકારી વકીલે દલીલ કરી હતી કે અરજદારે ગુનામાં સક્રિય ભાગ ભજવ્યો છે અને પુરાવાનો નાશ કરવામાં મદદ કરી છે. આ ઉપરાંત અરજદાર સામે ભૂતકાળમાં મેડિકલ નેગ્લિજન્સના બે ગુના નોંધાયેલા છે. જો તેમને જામીન આપવામાં આવે તો તેઓ પુરાવા સાથે ચેડાં કરી શકે છે. પુરાવા અને મેડિકલ રેકોર્ડ્સનો નાશ હાઈકોર્ટે નોંધ્યું હતું કે, આ કેસમાં ગર્ભપાત માટે વપરાયેલી દવાઓ અને ઇન્જેક્શન્સ દર્શાવે છે કે ગર્ભપાત ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યો હતો. પુરાવા અને મેડિકલ રેકોર્ડ્સનો નાશ કરવો એ ગંભીર બાબત છે. અરજદારે ગુનો છુપાવવા માટે સક્રિય મદદ કરી છે. માત્ર ચાર્જશીટ ફાઇલ થઈ જવાથી જામીનનો હક મળતો નથી. અરજદારનો ભૂતકાળનો ગુનાહિત ઇતિહાસ જોતાં, સમાજના હિત અને ન્યાયપ્રણાલીમાં લોકોના વિશ્વાસને જાળવી રાખવા માટે તેમને જામીન આપવા યોગ્ય નથી. સગીરા ન મળતા હાઇકોર્ટમાં હેબિયસ કૉર્પસ અરજી હાઈકોર્ટે ડોકટરની જામીન અરજી ફગાવતા હુકમમાં નોધ્યુ હતું કે પૈસા અને બાહુબળ સામે ન્યાયિક બુદ્ધિનો વિજય થયો છે. કારણ કે આ કેસના મૂળ જોતા સુરતની એક સગીરા ગાયબ થઈ હતી. તેથી તેના પિતા દ્વારા દીકરી ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પરંતુ સગીરા મળી ન આવતા હાઇકોર્ટમાં હેબિયસ કૉર્પસ અરજી દાખલ કરવામાં આવી હતી. કોર્ટના આદેશથી સગીરાને શોધીને પોલીસે કોર્ટ સમક્ષ ઉપસ્થિત કરી હતી. આરોપી દ્વારા પીડિતાનું વારંવાર શારીરિક શોષણ કોર્ટ સમક્ષ પીડિતાએ ખુલાસો કર્યો હતો કે તેના 52 વર્ષીય મકાનમાલિક અમજદ શેખ દ્વારા તેનું વારંવાર શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું, જેના કારણે તે ગર્ભવતી બની હતી. પીડિતાના માતા-પિતાએ મકાનમાલિક પાસેથી 5 લાખ રૂપિયા લઈને મામલો રફે-દફે કરી દીધો હતો. પીડિતાને ગર્ભપાત કરાવવા મજબૂર કરી આરોપીઓએ ભેગા મળીને પીડિતાને ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરાવવા માટે મજબૂર કરી હતી. આ ગેરકાયદેસર ગર્ભપાત ડૉ. જીતેન્દ્રસિંહ રાણાના ક્લિનિકમાં કરવામાં આવ્યું હતું. પીડિતા જ્યાં કામ કરતી હતી ત્યાં એક યુવકને તેને પોતાના ઘરેથી લઈ જવા કહ્યું હતું અને તે તેની સાથે ચાલી ગઈ હતી. આ મામલો સાંભળીને પોલીસને કોર્ટે તપાસના આદેશ કરતા, સમગ્ર મામલે એક અલગ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જ્યારે પીડિતાને નારીગૃહમાં રાખવામાં આવી હતી.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan