Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

સંતરામપુરના ખેડાપા ગામે 7 ફૂટના મહાકાય અજગરનું રેસ્ક્યુ:ખેડૂતના ઘર નજીક ઝાડ પર અજગર દેખાયો, વનવિભાગે જંગલ વિસ્તારમાં મુક્ત કર્યો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 10, 2026 👁 1 views
સંતરામપુરના ખેડાપા ગામે 7 ફૂટના મહાકાય અજગરનું રેસ્ક્યુ:ખેડૂતના ઘર નજીક ઝાડ પર અજગર દેખાયો, વનવિભાગે જંગલ વિસ્તારમાં મુક્ત કર્યો
મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ખેડાપા (સર્મી) ગામે ખેડૂતના ઘર નજીક ઝાડ પર આશરે 7 ફૂટ લાંબો મહાકાય અજગર જોવા મળ્યો હતો. ઘર પાસે જ અજગર દેખાતા સ્થાનિકો, ખાસ કરીને ખેડૂત અને બાળકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ખેડૂતે વનવિભાગને જાણ કરી ઘર નજીક ઝાડ પર અજગર હોવાની જાણ થતાં ખેડૂતે તાત્કાલિક વનવિભાગને જાણ કરી હતી. માહિતી મળતાં સંતરામપુર વનવિભાગની ટીમ એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટના રેસ્ક્યુ ટીમના સભ્યો સાથે સ્થળ પર પહોંચી હતી. અજગરનું સલામત રેસ્ક્યુ કરાયું રેસ્ક્યુ ટીમે તકેદારીપૂર્વક કામગીરી હાથ ધરી ઝાડ પર રહેલા આશરે 7 ફૂટ લાંબા અજગરને સલામત રીતે પકડી લીધો હતો. સમગ્ર રેસ્ક્યુ કામગીરી દરમિયાન કોઈ જાનહાનિ થઈ ન હતી. જંગલ વિસ્તારમાં અજગરને મુક્ત કરાયો રેસ્ક્યુ પૂર્ણ થયા બાદ સંતરામપુર વનવિભાગ અને એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા અજગરને તેના કુદરતી રહેઠાણ સમાન જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યો હતો. અજગરના રેસ્ક્યુ બાદ સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan