Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

મનપા ચૂંટણી માટે ભાજપે કવાયત તેજ કરી:પ્રભારી-સહપ્રભારી સહિત 7 નેતાઓને જવાબદારી, MLA અમિત શાહને તો પૂર્વ ડેપ્યુટી મેયર જતીનભાઈને સહ પ્રભારી બનાવાયા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 9, 2026 👁 1 views
મનપા ચૂંટણી માટે ભાજપે કવાયત તેજ કરી:પ્રભારી-સહપ્રભારી સહિત 7 નેતાઓને જવાબદારી, MLA અમિત શાહને તો પૂર્વ ડેપ્યુટી મેયર જતીનભાઈને સહ પ્રભારી બનાવાયા
ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીને લઈને ભાજપે સંગઠનાત્મક તૈયારીઓ તેજ કરી છે. ચૂંટણીની કામગીરીને સુવ્યવસ્થિત રીતે આગળ વધારવા માટે પ્રભારી, સહપ્રભારી, સંયોજક અને સહસંયોજકોની નિમણૂક કરવામાં આવી છે. ગાંધીનગર મનપાની ચૂંટણી માટે અમદાવાદ એલિસબ્રિજના ધારાસભ્ય અમિતભાઈ શાહને ચૂંટણી પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે અમદાવાદ મનપાના પૂર્વ ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલને ચૂંટણી સહપ્રભારી બનાવવામાં આવ્યા છે. ચૂંટણીને લઈને ભાજપે અનુભવી નેતાઓની ટીમ મેદાનમાં ઉતારી ચૂંટણીની સમગ્ર પ્રક્રિયામાં સરકાર અને સંગઠન વચ્ચે સંકલન જળવાઈ રહે તે માટે કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલને ચૂંટણી પ્રભારી તથા રાજ્યકક્ષાના મંત્રી સંજયભાઈ મહીડાને ચૂંટણી સહપ્રભારી તરીકે જવાબદારી આપવામાં આવી છે. આ ઉપરાંત ગાંધીનગરના પૂર્વ મેયર મહેન્દ્રસિંહ રાણાને ચૂંટણી સંયોજક બનાવવામાં આવ્યા છે. જ્યારે ગાંધીનગર મનપાના પૂર્વ મેયર હિતેશભાઈ મકવાણા અને પૂર્વ નગરસેવક સુરેશભાઈ મહેતાને ચૂંટણી સહસંયોજક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આમ, ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈને ભાજપે અનુભવી નેતાઓની ટીમ મેદાનમાં ઉતારી છે અને હવે સંગઠનાત્મક કામગીરી તથા ચૂંટણીની તૈયારીઓને વધુ વેગ મળવાની શક્યતા છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan