Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ગુજરાત યુનિવર્સિટી અને ઇન્ફ્લીબનેટ સેન્ટર વચ્ચે 7 વર્ષના MoU:ઈન્ફ્લીબનેટના વૈજ્ઞાનિકો ગુજરાત યુનિ.માં Ph.D. ગાઇડ બનશે, વિદ્યાર્થીઓને મળશે ડિજિટલ લાઇબ્રેરીથી વૈશ્વિક જર્નલ્સ સુધીની સુવિધા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 18, 2026 👁 6 views
ગુજરાત યુનિવર્સિટી અને ઇન્ફ્લીબનેટ સેન્ટર વચ્ચે 7 વર્ષના MoU:ઈન્ફ્લીબનેટના વૈજ્ઞાનિકો ગુજરાત યુનિ.માં Ph.D. ગાઇડ બનશે, વિદ્યાર્થીઓને મળશે ડિજિટલ લાઇબ્રેરીથી વૈશ્વિક જર્નલ્સ સુધીની સુવિધા
ગુજરાત યુનિવર્સિટી અને ગાંધીનગર સ્થિત ઈન્ફ્લીબનેટ (INFLIBNET) સેન્ટર વચ્ચે શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રે સહયોગ વધારવા માટે 7 વર્ષના કરાર (MoU) કરવામાં આવ્યા છે. આ MoU હેઠળ ઈન્ફ્લીબનેટને ગુજરાત યુનિવર્સિટીના ઓફિશિયલ રિસર્ચ સેન્ટર તરીકે માન્યતા આપવામાં આવી છે. જેનાથી હવે સંશોધકો ઈન્ફ્લીબનેટના નિષ્ણાત સાયન્ટિસ્ટ્સની સીધી દેખરેખ હેઠળ Ph.D. કરી શકશે. આ જોડાણથી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વિશ્વસ્તરીય સંશોધન સંસાધનો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સીધો લાભ મળશે. Ph.D. માટે ત્રણ કેટેગરી નક્કી કરાઈ આ કરાર હેઠળ મુખ્યત્વે લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ તેમજ કમ્પ્યુટર સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રમાં Ph.D. માટે સંશોધન હાથ ધરાશે. જેમાં ડેટા સાયન્સ, ડિજિટલ લાઇબ્રેરી, સોફ્ટવેર એન્જિનિયરિંગ અને ડિજિટલ પ્રિઝર્વેશન જેવા વિષયોનો સમાવેશ કરાયો છે. Ph.D. માટે ત્રણ કેટેગરી નક્કી કરાઈ છે, જેમાં ઈન્ફ્લીબનેટના સ્ટાફ, ગુજરાત યુનિવર્સિટીના સામાન્ય પ્રવેશ પ્રક્રિયાના ઉમેદવારો અને બંને સંસ્થાઓના ફેકલ્ટીની સંયુક્ત દેખરેખ હેઠળ સંશોધન કરનારાઓનો સમાવેશ થાય છે. પ્રવેશ, કોર્સવર્ક અને ડિગ્રી એનાયત કરવાની આખરી સત્તા ગુજરાત યુનિવર્સિટી પાસે જ રહેશે. વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિકોના માર્ગદર્શનનો લાભ મળશે ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડૉ. જગદીશ જોશીએ આ દિવસને સુવર્ણ દિવસ ગણાવતા જણાવ્યું હતું કે, UGCના આ મહત્વપૂર્ણ સેન્ટર સાથેના જોડાણથી વિદ્યાર્થીઓને દુનિયાના મોંઘા જર્નલ્સના સબ્સ્ક્રિપ્શન અને વૈજ્ઞાનિકોના માર્ગદર્શનનો લાભ મળશે. આ ઉપરાંત શોધગંગા, શોધચક્ર અને વિધવાન જેવા ડિજિટલ સ્ત્રોતો અને મેટાડેટા ક્રિએશન જેવી ઓનલાઇન ટેક્નોલોજી શીખવાની તક મળશે. આ MoUથી બંને સંસ્થાઓ વચ્ચે નોલેજ અને રિસર્ચ શેરિંગને મોટો વેગ મળશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan