Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ટંકારાના ગજડી ગામે જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા:₹91 હજાર રોકડા અને 5 મોબાઈલ ફોન સહિત ₹1.16 લાખનો મુદ્દામાલ જપ્ત

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 11, 2026 👁 2 views
ટંકારાના ગજડી ગામે જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા:₹91 હજાર રોકડા અને 5 મોબાઈલ ફોન સહિત ₹1.16 લાખનો મુદ્દામાલ જપ્ત
મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ગજડી ગામે પોલીસે દરોડો પાડીને જાહેરમાં જુગાર રમી રહેલા સાત શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ અને મોબાઈલ ફોન મળી કુલ ₹1.16 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચોક્કસ બાતમીના આધારે પાડ્યો દરોડો ટંકારા તાલુકા પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન ગજડી ગામના ચોકમાં જાહેરમાં કેટલાક ઈસમો ગંજીપત્તા વડે જુગાર રમી રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. માહિતીના આધારે પોલીસે સ્થળ પર તાત્કાલિક દરોડો પાડીને જુગાર રમી રહેલા સાત શખ્સોને ઘેરી લીધા હતા. સ્થાનિક અને બહારના શખ્સો પકડાયા પોલીસ કાર્યવાહી દરમિયાન ગજડી ગામના કાનાભાઈ જારીયા, હકાભાઇ જારીયા, રાજેશભાઈ ઉર્ફે લાલાભાઇ ડાંગર અને લાલજીભાઈ જારીયા ઝડપાયા હતા. આ ઉપરાંત મોરબીના ઘુનડા રોડ પર રહેતા કિશોરભાઈ જીવાણી, ખાનપરના વિપુલભાઈ ઘોડાસરા અને નાની વાવડીના કાનાભાઈ કુંભારવાડિયા પણ જુગાર રમતા મળી આવ્યા હતા. ₹1.16 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો દરોડા દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી ₹91,000 ની રોકડ રકમ તથા ₹25,000 ની કિંમતના 5 નંગ મોબાઈલ ફોન મળીને કુલ ₹1,16,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ટંકારા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ શરૂ કરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan