Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

નવરાશની પળોનો સદઉપયોગ:વેરાવળમાં 700 બહેનોએ હસ્તકલા ઉદ્યોગ શરૂ કર્યો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 3, 2026 👁 4 views
નવરાશની પળોનો સદઉપયોગ:વેરાવળમાં 700 બહેનોએ હસ્તકલા ઉદ્યોગ શરૂ કર્યો
સામાન્ય રીતે સમાજમાં મહિલાઓ ઘર સંભાળવા સાથે પોતાના કૌશલ્યથી નાની-મોટી આવક મેળવતી હોય છે. માછીમારી સમાજની મહિલાઓ માછીમારીની સિઝનમાં માછીમારી સાથે સંકળાયેલ પ્રવૃત્તિઓ કરીને આવક મેળવતી હોય છે. જ્યારે માછીમારીની સિઝન સિવાયના સમયમાં તેઓ પોતાની હસ્તકલાથી નાના-મોટી વસ્તુઓ બનાવીને રોજગારી મેળવે છે. વેરાવળની આવી જ માછીમાર સમાજની મહિલાઓ સાગર મંથન માછીમાર ઉત્થાન પ્રોડ્યુસર કંપનીના સહકારથી આત્મનિર્ભરતાનો માર્ગ કંડારી સ્વાશ્રયી બની રહી છે. આવી 700 જેટલી મહિલાઓ પોતાના હુન્નરનો ઉપયોગ કરીને ઘરમાં પણ આર્થિક સહયોગ આપી રહી છે. આવી જ એક મહિલા સુશીલાબેન રમેશભાઇ ગોહેલ અને તેમની સાથેની મહિલાઓ પરંપરાગત હસ્તકલા અને સ્વરોજગારના માધ્યમથી આત્મનિર્ભરતા તરફ આગેકૂચ કરી રહી છે. આ મહિલાઓ માછીમારીની સિઝન દરમિયાન માછલીમાંથી વિવિધ પ્રકારની વાનગીઓ અને પ્રોડક્ટ્સ તૈયાર કરે છે, જ્યારે માછીમારીની સિઝન ન હોય તેવા સમયમાં પોતાના નવરાશના સમયનો સદુપયોગ કરીને હાથ બનાવટની વિવિધ આકર્ષક વસ્તુઓનું નિર્માણ કરે છે. મહિલાઓ દ્વારા તૈયાર કરાતી હસ્તકલાની વસ્તુઓને વિવિધ મેળાઓ અને પ્રદર્શનોમાં વેચાણ માટે રજૂ કરવાની તક મળતાં તેમને સારી આવક પ્રાપ્ત થઈ રહી છે. આ પ્રવૃત્તિ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા ઉપરાંત તેમની સર્જનાત્મકતા, કૌશલ્ય અને સ્વરોજગારની ભાવનાને પણ પ્રોત્સાહન આપી રહી છે. સ્વદેશી મેળામાં સ્ટોલની સુવિધાથી નવી દિશા મળી રહી છે તાજેતરમાં યોજાયેલા સ્વદેશી મેળામાં મહિલાઓને વિનામૂલ્યે સ્ટોલની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવતાં તેમણે રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતી આવી તકો મહિલા સશક્તિકરણ, સ્થાનિક કૌશલ્યના સંવર્ધન અને આર્થિક સ્વાવલંબનને નવી દિશા આપી રહી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan