Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

શેરબજારમાં 706% નફાની લાલચ આપી યુવક સાથે 13.63 લાખની ઠગાઈ:SAMCO કંપનીના નામે બનાવટી એપ્લિકેશન અને વોટ્સએપ ગ્રુપ બનાવી ઠગાઈ આચરી, વધુ 19.25 લાખની માગણી કરી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 30, 2026 👁 1 views
શેરબજારમાં 706% નફાની લાલચ આપી યુવક સાથે 13.63 લાખની ઠગાઈ:SAMCO કંપનીના નામે બનાવટી એપ્લિકેશન અને વોટ્સએપ ગ્રુપ બનાવી ઠગાઈ આચરી, વધુ 19.25 લાખની માગણી કરી
વડોદરા શહેરમાં શેરબજારમાં રોકાણ કરીને દરરોજ 10થી 20 ટકા અને ટૂંકાગાળામાં 706 ટકા સુધીનું વળતર મેળવવાની લાલચ આપીને સાયબર ઠગોએ એક યુવક સાથે રૂ.13.63 લાખની ઓનલાઇન છેતરપિંડી આચરી હતી. SAMCO Securities Limited કંપનીના નામ અને ઓળખનો દુરુપયોગ કરીને ઠગોએ વોટ્સએપ ગ્રુપ, એપ્લિકેશન અને સર્ટિફિકેટ તૈયાર કર્યા હતા. શરૂઆતમાં નાની રકમ પરત આપી યુવકનો વિશ્વાસ જીત્યા બાદ અલગ-અલગ બેન્ક ખાતાંમાં લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. જોકે, એપ્લિકેશનમાં કરોડો રૂપિયાનો નફો બતાવી તે રકમ ઉપાડવા માટે 20 ટકા પરફોર્મન્સ ફીના નામે વધુ રૂ.19.25 લાખની માગણી કરવામાં આવતાં ઠગાઈનો પર્દાફાશ થયો હતો. વડોદરા શહેરના ગુરુકુળ ચાર રસ્તા પાસે રહેતા અને ખાનગી કંપનીમાં ડિલિવરી એનાલિસ્ટ તરીકે નોકરી કરતા યુવક સાયબર ઠગાઈનો ભોગ બન્યા છે. ગત 27 જુલાઈના રોજ કેવલને Threads એપ્લિકેશન પર 'eklavyamannish' નામના એકાઉન્ટ પરથી મેસેજ આવ્યો હતો. જેમાં શેરબજારની ટિપ્સ આપતા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાની ઓફર કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને 'Prosper Together' નામના ગ્રુપમાં જોડવામાં આવ્યા હતા. આ ગ્રુપમાં આશરે 98 સભ્યો હતા અને તેમાં SAMCO કંપનીના ડાયરેક્ટર જિમિત મોદી તથા મેનેજર સાનવી વાધવા તરીકે ઓળખ આપતા શખ્સો શેરબજાર અંગે માર્ગદર્શન આપતા હતા. ત્યારબાદ યુવકને '1 On 1 VIP Group 324' નામના બીજા ગ્રુપમાં જોડવામાં આવ્યા હતા. જેમાં પ્રાઇમરી માર્કેટ ટ્રેડિંગ એકાઉન્ટ મારફતે IPO અને શેરમાં રોકાણ કરવાથી વધુ નફો મળવાની લાલચ આપવામાં આવી હતી. 21 ઓગસ્ટના રોજ તેમને 'Sam-pro' નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી હતી. આ એપ્લિકેશનમાં કેવલે પોતાના પિતાના નામે PAN કાર્ડ અને બેન્કની વિગતો આપીને ટ્રેડિંગ એકાઉન્ટ બનાવ્યું હતું. શરૂઆતમાં રૂ.20 હજારનું રોકાણ કરાવ્યા બાદ એપ્લિકેશનમાં નફો થતો હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. ત્યારબાદ અલગ-અલગ IPO અને શેરમાં રોકાણ કરવાના બહાને તેમના પિતાના બેન્ક ખાતામાંથી ઠગો દ્વારા આપવામાં આવેલા વિવિધ બેન્ક ખાતાંમાં કુલ રૂ.13,63,100 ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. યુવકનો વિશ્વાસ જીતવા માટે ઠગોએ શરૂઆતમાં રૂ.100 અને ત્યારબાદ રૂ.20 હજારની રકમ પણ પરત આપી હતી. આ રીતે યુવકને વધુ રોકાણ કરવા પ્રેરિત કરવામાં આવ્યો હતો. દરમિયાન 7 ઓક્ટોબરના રોજ એપ્લિકેશનમાં 706 ટકા નફો થયો હોવાનું દર્શાવી કુલ રૂ.3.96 કરોડ જેટલી રકમ જમા હોવાનું બતાવવામાં આવ્યું હતું. આ રકમ ઉપાડવાનો પ્રયાસ કરતાં ઠગોએ નફાના 20 ટકા લેખે રૂ.19,25,165 પરફોર્મન્સ ફી તરીકે બે દિવસમાં જમા કરાવવાની માગણી કરી હતી. આટલી મોટી રકમની માગણી થતાં કેવલને શંકા ગઈ હતી. દરમિયાન SAMCO કંપનીના ડાયરેક્ટર જિમિત મોદીના સત્તાવાર Instagram એકાઉન્ટ પર કંપનીના નામે બનાવટી વોટ્સએપ ગ્રુપ બનાવી લોકો સાથે છેતરપિંડી થતી હોવા અંગેનો વીડિયો જોવા મળતાં સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું. આથી યુવકે 15 ઓક્ટોબરના રોજ 1930 સાયબર હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ બનાવટી એપ્લિકેશન, વોટ્સએપ ચેટ, બેન્ક સ્ટેટમેન્ટ અને કંપનીના નામે મોકલવામાં આવેલા સર્ટિફિકેટ સહિતના પુરાવા સાથે E-FIR નોંધાવી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan