crime
મેંદરડાના નતાડીયા ગામે ફાર્મ હાઉસમાંથી હાઇપ્રોફાઇલ દારૂ મહેફિલ ઝડપાઈ:જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે 8 વેપારીઓ અને 2 મહિલાને મહેફિલ માણતા રંગેહાથ ઝડપી પાડ્યા
જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે મેંદરડા તાલુકાના નતાડીયા ગામની સીમમાં આવેલા "વાઈલ્ડ વાડી કોટેજ ફાર્મહાઉસ"માં ચાલતી હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ પર દરોડો પાડીને 8 પુરૂષ અને બે મહિલાઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. શહેરી ઝંઝટોથી દૂર ફાર્મહાઉસ અને વાડી વિસ્તારોની એકાંત જગ્યાઓનો ગેરફાયદો ઉઠાવી દારૂની મહેફિલો માણતા તત્વો સામે જૂનાગઢ પોલીસ વડાની કડક સૂચનાથી આ સફળ કામગીરી કરવામાં આવી છે. બાતમી મળતા પોલીસે ઘેરાબંધી કરી દરોડો પાડ્યો ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ મેંદરડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે નતાળીયા રોડ પર આવેલા વાઈલ્ડ વાડી કોટેજ ફાર્મહાઉસના રૂમ નંબર 402 માં કેટલાક વેપારીઓ અને મહિલાઓ એકત્ર થઈને દારૂની મહેફિલ માણી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક ફાર્મહાઉસની ઘેરાબંધી કરીને કાયદેસરનો દરોડો પાડ્યો હતો. 10 સ્ત્રી-પુરુષોની અટકાયત દરોડા દરમિયાન રૂમ નંબર 402 માંથી કેટલાક લોકો નશાની હાલતમાં તથા કેટલાક હાથમાં દારૂ ભરેલા ગ્લાસ સાથે પીતા ઝડપાઈ ગયા હતા. પોલીસે તમામ 10 સ્ત્રી-પુરુષોની અટકાયત કરી છે. પકડાયેલા આરોપીઓ જપ્ત કરવામાં આવેલો મુદ્દામાલ કુલ કિંમત: રૂ.1,95,807/- નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો
Read full article on Divya Bhaskar