Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ડીસામાં મકાનમાંથી 81 ગ્રામ હેરોઈન ઝડપાયું:ANTF ટીમની નહેરુનગર પ્રા.શાળાની બાજુના મકાનમાં રેડ, બલ્લોની ધરપકડ, ₹17 લાખનો મુદ્દામાલ જપ્ત

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 8, 2026 👁 1 views
ડીસામાં મકાનમાંથી 81 ગ્રામ હેરોઈન ઝડપાયું:ANTF ટીમની નહેરુનગર પ્રા.શાળાની બાજુના મકાનમાં રેડ, બલ્લોની ધરપકડ, ₹17 લાખનો મુદ્દામાલ જપ્ત
બનાસકાંઠાના ડીસા શહેરમાં નશીલા પદાર્થો સામે ANTF બોર્ડર ઝોન દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ખાનગી બાતમીના આધારે ANTFની ટીમે ડીસા શહેરના ટેકરા વિસ્તારમાં આવેલા એક મકાનમાં દરોડો પાડી 81 ગ્રામ હેરોઈનનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ હેરોઈનની અંદાજિત કિંમત રૂ.16.20 લાખ હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. નહેરુનગર પ્રાથમિક શાળાની બાજુના મકાનમાં રેડ ANTF બોર્ડર ઝોનની ટીમને બાતમી મળી હતી કે, ડીસા શહેરના ટેકરા વિસ્તારમાં નશીલા પદાર્થનો જથ્થો રાખવામાં આવ્યો છે. બાતમીના આધારે ટીમે નહેરુનગર પ્રાથમિક શાળાની બાજુમાં આવેલા એક મકાનમાં રેડ કરી હતી. રેડ દરમિયાન મકાનમાંથી હેરોઈનનો જથ્થો મળી આવતા પોલીસે સ્થળ પરથી એક ઈસમને ઝડપી લીધો હતો. 81 ગ્રામ હેરોઈન સાથે આરોપી ઝડપાયો પોલીસે પકડેલા આરોપીની ઓળખ મહેશ ઉર્ફે બલ્લો ભરતભાઈ ઠાકોર તરીકે થઈ છે. આરોપીના મકાનમાંથી તપાસ દરમિયાન 81 ગ્રામ હેરોઈન મળી આવ્યું હતું. પોલીસે હેરોઈનનો જથ્થો કબજે કરી તેની અંદાજિત કિંમત રૂ.16.20 લાખ ગણાવી છે. હેરોઈન ઉપરાંત રોકડ અને 2 મોબાઈલ પણ મળ્યા રેડ દરમિયાન માત્ર હેરોઈન જ નહીં, પરંતુ આરોપીના મકાનમાંથી 2 મોબાઈલ ફોન અને રૂ.34,380 રોકડ રકમ પણ મળી આવી હતી. પોલીસે આ તમામ મુદ્દામાલ કબજે કર્યો છે. હેરોઈન, રોકડ અને મોબાઈલ સહિત કુલ રૂ.17,56,380નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો આ સમગ્ર કાર્યવાહી અંગે ANTFના નાયબ પોલીસ અધિક્ષક એસ.જે. બલોચે જણાવ્યું હતું કે, ટીમે ખાનગી બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી. આરોપી મહેશ ઉર્ફે બલ્લો ભરતભાઈ ઠાકોર વિરુદ્ધ NDPS એક્ટની કલમ 8(C) અને 21(B) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા હવે આરોપી પાસેથી મળેલા હેરોઈનના જથ્થાનો સ્ત્રોત શું હતો, જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ નશીલો પદાર્થ કોને પહોંચાડવાનો હતો તે સહિતના મુદ્દે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ આરોપીના અન્ય કોઈ સાગરીતો સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan