Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

દીપોત્સવી પર્વે રાત્રે 8:15 વાગ્યે હાટડી દર્શન, સોમવારે અન્નકૂટ-ગોવર્ધન પૂજા:જગતમંદિરમાં દિવાળી-નૂતન વર્ષ ઉત્સવ ઉજવાશે, હજારો ભાવિકો ઉમટશે

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 3, 2026 👁 2 views
દીપોત્સવી પર્વે રાત્રે 8:15 વાગ્યે હાટડી દર્શન, સોમવારે અન્નકૂટ-ગોવર્ધન પૂજા:જગતમંદિરમાં દિવાળી-નૂતન વર્ષ ઉત્સવ ઉજવાશે, હજારો ભાવિકો ઉમટશે
સુપ્રસિધ્ધ્ યાત્રાધામ દ્વારકાના જગતમંદિર ભગવાન દ્વારકાધીશજી મંદિરમાં આગામી તા. 7થી તા. 11 દરમિયાન દિપાવલી અને નૂતન વર્ષ ઉત્સવની ભવ્ય ઉજવણી કરાશે. જેમાં દેશ વિદેશના હજારો ભાવિકો સહભાગી બનશે. આ તહેવારો દરમિયાન ઠાકોરજીના દર્શન માટે દેશ-વિદેશથી આવતા લાખો વૈષ્ણવો માટે મંદિર વહીવટદાર કચેરી દ્વારા દર્શનના સમયપત્રકમાં વિશેષ ફેરફાર જાહેર કરાયો છે. મંદિરના વહીવટદારના જણાવ્યા મુજબ 7 નવે. (ધનતેરસ, શનિવાર) તથા 11 નવેમ્બર (ભાઈબીજ, બુધવાર) ના રોજ શ્રીજીના દર્શનનો ક્રમ નિત્ય ક્રમ મુજબ જ રહેશે. જ્યારે 8 નવે. (રૂપ ચૌદશ અને દિવાળી, રવિવાર) ના મંગળા આરતી સવારે 5:30 વાગ્યે થશે. સવારે 7 થી 8 વાગ્યા સુધી સ્નાન દર્શન બંધ રહેશે. બપોરે 1 વાગ્યે અનોસર દર્શન બંધ થશે અને સાંજે 5 વાગ્યે ઉત્થાપન દર્શન થશે. દિવાળી પર્વે સાંજે 8.15 વાગ્યે ખાસ હાટડી દર્શન યોજાશે, જ્યારે રાત્રે 9.45 વાગ્યે શયન દર્શન થશે. 09 નવેમ્બર (અન્નકૂટ ઉત્સવ અને ગોવર્ધન પૂજા, સોમવાર) ના રોજ મંગળા આરતી સવારે 06:00 વાગ્યે અને બપોરે 11:30 વાગ્યે ગોવર્ધન પૂજા યોજાશે. બપોરે 01:00 વાગ્યે અનોસર દર્શન બંધ રહ્યા બાદ સાંજે 05:00 થી 07:00 વાગ્યા સુધી ભાવિકો અન્નકૂટ દર્શનનો લાભ લઈ શકશે. 10 નવેમ્બર (નૂતન વર્ષ, મંગળવાર) ના પવિત્ર દિવસે મંગળા આરતી સવારે 07:00 વાગ્યે થશે અને બાકીના દર્શન નિત્ય ક્રમ મુજબ રહેશે. ઉત્સવ દરમિયાન દર્શનનુ સમયપત્રક
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan