politics
વલસાડમાં 82 હજાર તિરંગાનું વિના મૂલ્યે વિતરણ શરૂ:'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ ઘરે ઘરે લહેરાશે રાષ્ટ્રધ્વજ
વલસાડ જિલ્લામાં સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે 'હર ઘર તિરંગા' અભિયાનને વેગ મળ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં અંદાજે ૮૨ હજાર તિરંગાનું વિના મૂલ્યે વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આ તિરંગા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા તેમજ માર્ગ-મકાન સહિતની વિવિધ કચેરીઓને વિતરણ માટે ફાળવવામાં આવ્યા છે. આ કચેરીઓ દ્વારા નાગરિકો સુધી તિરંગા પહોંચાડવામાં આવી રહ્યા છે. વલસાડ નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા જાહેર માર્ગો પર તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ દરમિયાન નાગરિકો પણ ઉત્સાહભેર તિરંગો લેવા માટે ઉમટી પડ્યા હતા. તા. 9 થી 17 ઓગસ્ટ સુધી ચાલનારા 'સ્વતંત્રતા સપ્તાહ' દરમિયાન જિલ્લા, તાલુકા, પાલિકા, ગ્રામ્ય અને વોર્ડ કક્ષાએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમો 'હર ઘર તિરંગા, વંદે માતરમના 150 વર્ષ'ની થીમ પર આધારિત છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 15 ઓગસ્ટે દરેક ઘર પર તિરંગો લહેરાય અને સમગ્ર જિલ્લામાં દેશભક્તિનો માહોલ સર્જાય તે માટે વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે.
Read full article on Divya Bhaskar