Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
business

8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટરથી પગારમાં કેટલો થશે વધારો? જુઓ લેવલ મુજબ ગણતરી

📰 Abp News 🕐 1 min read 📅 October 27, 2026 👁 1 views
8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટરથી પગારમાં કેટલો થશે વધારો? જુઓ લેવલ મુજબ ગણતરી
8th Pay Commission: કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને લાખો પેન્શનરો હાલમાં 8મા પગાર પંચની ભલામણોની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. નોકરી કરતા દરેક વર્ગ માટે પગાર પંચ હંમેશા આશાનું કિરણ લઈને આવે છે. હાલમાં કર્મચારીઓના વર્તુળમાં અને મીડિયામાં સૌથી વધુ ચર્ચાનો વિષય ફિટમેન્ટ ફેક્ટર બની ગયો છે. ફિટમેન્ટ ફેક્ટર જ એ મુખ્ય આધાર છે જેના પરથી નક્કી થાય છે કે કર્મચારીઓના ખાતામાં દર મહિને કેટલી રકમ જમા થશે. સામાન્ય ભાષામાં કહીએ તો, આ ફેક્ટર જૂના બેઝિક પગારને નવા પગાર પંચ મુજબ અપગ્રેડ કરવા માટેનો ગુણાંક છે. તો ચાલો, આજે આપણે કોઈ પણ પ્રકારની ગૂંચવણ વગર સરળ રીતે સમજીએ કે આ ફિટમેન્ટ ફેક્ટરનું ગણિત શું કહે છે. કયા ફિટમેન્ટ ફેક્ટર પર થઈ રહી છે ચર્ચા? જોકે, સરકાર તરફથી 8મા પગાર પંચ માટે હજુ સુધી કોઈ ચોક્કસ ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવ્યું નથી. પરંતુ, નિષ્ણાતો અને વિવિધ વિભાગોમાં ચાલતી ચર્ચાઓ મુજબ અમુક આંકડાઓ સામે આવ્યા છે. હાલમાં 1.83, 2.00, 2.57, 3.83 અને 4.00 જેવા અલગ-અલગ ફિટમેન્ટ ફેક્ટરના આંકડાઓ પર ગંભીર વિચારણા થઈ રહી છે. આ દરેક ફેક્ટર કર્મચારીઓના બેઝિક પગારમાં મોટો ફેરફાર લાવી શકે છે. તો નીચે આપેલા ટેબલ દ્વારા આપણે સમજીએ કે કયા ફેક્ટર મુજબ તમારો મૂળ પગાર (Basic Pay) કેટલો થશે. વિવિધ ફિટમેન્ટ ફેક્ટર મુજબ બેઝિક પગારનું ગણિત અહીં 7મા પગાર પંચ હેઠળના વર્તમાન બેઝિક પગારને આધારે 8મા પગાર પંચના સંભવિત પગારની ગણતરી દર્શાવી છે. પગાર લેવલ વર્તમાન બેઝિક પગાર ફેક્ટર 1.83 ફેક્ટર 2.00 ફેક્ટર 2.57 ફેક્ટર 3.83 ફેક્ટર 4.00 લેવલ 1 18,000 32,940 36,000 46,260 68,940 72,000 લેવલ 2 19,900 36,417 39,800 51,143 76,217 79,600 લેવલ 3 21,700 39,711 43,400 55,769 83,111 86,800 લેવલ 4 25,500 46,665 51,000 65,535 97,665 1,02,000 લેવલ 5 29,200 53,436 58,400 75,044 1,11,836 1,16,800 લેવલ 6 35,400 64,782 70,800 90,978 1,35,582 1,41,600 લેવલ 7 44,900 82,167 89,800 115,393 1,71,967 1,79,600 કર્મચારી સંગઠનોની માંગણીઓ શું છે? જોકે કોઈ પણ સરકારી મીટિંગમાં હજુ સુધી અંતિમ નિર્ણય લેવાયો નથી, પરંતુ કર્મચારી સંગઠનો પોતાની માંગણીઓ માટે ખૂબ જ સક્રિય છે. મોટાભાગના કર્મચારીઓ અને પેન્શનર સંસ્થાઓ સરકાર પાસે 3.83 થી લઈને 4.00 સુધીના ફિટમેન્ટ ફેક્ટરની આગ્રહભરી માંગણી કરી રહ્યા છે. જો સરકાર આટલું ઊંચું ફેક્ટર મંજૂર કરે છે, તો સૌથી નીચલા સ્તરના કર્મચારીઓનો પગાર પણ 72,000 રૂપિયા સુધી પહોંચી શકે છે, જે મોંઘવારીના આ સમયમાં મોટી રાહત બની રહેશે. પગાર પંચનો રિપોર્ટ ક્યારે આવશે અને ક્યારે લાગુ થશે? સરકારી માળખા મુજબ, નવેમ્બર 2025 માં 8મા પગાર પંચની વિધિવત રચના કરવામાં આવશે. રચના થયા બાદ, આ પંચને તમામ પાસાઓનો અભ્યાસ કરીને પોતાનો અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવશે. આ ગણતરી મુજબ, પંચ પોતાનો અંતિમ અહેવાલ મે 2027 સુધીમાં સરકારને સોંપશે. રિપોર્ટ સોંપાયા પછી પણ તેની ભલામણોનો સ્વીકાર કરીને તેને પગારમાં લાગુ કરવામાં થોડો વધુ સમય લાગી શકે છે.
Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan