politics
જામનગરમાં તિરંગા અપમાન બદલ વોર્ડ-9ના સેનેટરી ઇન્સ્પેકટર સસ્પેન્ડ:મનપા ઓફિસમાં 'હર ઘર તિરંગા' અભિયાન દરમિયાન ધ્વજ કચરામાં મળ્યા
જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9ની ઓફિસમાં રાષ્ટ્રધ્વજ કચરાની જેમ ફેંકાયેલા મળતા વિવાદ સર્જાયો છે. આ ઘટના બાદ તાત્કાલિક અસરથી વોર્ડ નંબર-9ના સેનેટરી ઇન્સ્પેકટરને ફરજ પરથી છૂટા કરી દેવામાં આવ્યા છે. ભારતભરમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 'હર ઘર તિરંગા' અભિયાન ચાલી રહ્યું છે. જામનગર શહેર અને જિલ્લામાં પણ વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આણદાબાવા ચકલા વિસ્તારમાં આવેલી મનપાની વોર્ડ ઓફિસના પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં રાષ્ટ્રધ્વજ અસ્તવ્યસ્ત હાલતમાં જમીન પર પડેલા જોવા મળ્યા હતા. આ દ્રશ્યોએ રાષ્ટ્રધ્વજના અપમાન સમાન સ્થિતિ ઊભી કરી હતી. આ ઘટનાને પગલે શહેરીજનોમાં રોષ જોવા મળ્યો છે. નાગરિકો દ્વારા વહીવટી તંત્ર રાષ્ટ્રધ્વજની ગરિમા જળવાઈ રહે તે માટે સંપૂર્ણ તકેદારી રાખે તેવી માંગ ઉઠી છે. આ મામલે જવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી રહી છે.
Read full article on Divya Bhaskar