top
આશ્રમશાળાઓને વૈધાનિક દરજ્જો અપાશે:શિક્ષણ વિભાગ અંતર્ગત લેવા CM સમક્ષ ફાઇલ મોકલાશે, GSLSA આશ્રમ શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા ઉપર કામ કરશે
ગુજરાત હાઇકોર્ટમાં આશ્રમશાળાના વ્યવસ્થાપનને લઈને આજે સુનાવણી યોજાઈ હતી. જેમાં એડિશનલ એડવોકેટ જનરલ મનીષા લવકુમાર શાહે જણાવ્યું હતું કે શિક્ષણ, સમાજિક ન્યાય, આદિજાતિ વિભાગ અને નાણાં વિભાગની એક હાઈપાવર કમિટી મળી હતી. જેને આશ્રમ શાળાઓના અભ્યાસના સંચાલનને શિક્ષણ વિભાગ અંતર્ગત મૂકવા મંજૂરી આપી દીધી છે. હવે CM સમક્ષ ફાઇલ મોકલવામાં આવશે. હોસ્ટેલ સહિતની વ્યવસ્થા જે તે વિભાગ સંભાળશે. આશ્રમ શાળાઓ સામાન્ય રીતે સામાજિક ન્યાય અને આદિજાતિ વિભાગ અંતર્ગત આવે છે. આશ્રમશાળાઓને ઉન્નત કરવામાં મદદ કરે હાઈકોર્ટે જણાવ્યું હતું કે તેઓ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીને ડિરેક્શન આપશે કે તેઓ આશ્રમશાળાઓને ઉન્નત કરવામાં મદદ કરે. ખાસ કરીને ધોરણ 10 થી 12 માં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા પેરા લીગલ વોલન્સ્ટિયર્સની મદદ લેવામાં આવશે. તેઓ વાલીઓને બાળકોને શાળામાં મોકલવા સમજાવશે. શિક્ષકોની ભરતી, નિયમો, લાયકાત વગેરે નક્કી કરાશે એડિશનલ એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે આશ્રમ શાળાઓને શિક્ષણ ખાતા અંતર્ગત મૂકીને વૈધાનિક દરજ્જો આપવામાં આવશે. જેમાં શિક્ષકોની ભરતી, નિયમો, લાયકાત વગેરે નક્કી કરાશે. આ મુદ્દે વધુ સુનવણી 03 સપ્ટેમ્બરે યોજાશે. સરકારના આંકડા મુજબ આશ્રમ શાળાઓમાં 25 વિદ્યાર્થીએ એક શિક્ષક હોય છે. રાજ્યમાં 933 આશ્રમ શાળાઓ આવેલી છે. જેમાં 150 વિદ્યાર્થીએ વધુમાં વધુ 05 શિક્ષકો હોય છે.
Read full article on Divya Bhaskar