top
Abp Asmita Impact: 'ભૂતિયા વિદ્યાર્થીઓ' વાળી શાળાઓ સામે હવે થશે કાર્યવાહી! શિક્ષણમંત્રીની મોટી ખાતરી
રાજ્યમાં 'ભૂતિયા વિદ્યાર્થીઓ'ના નામે શાળાઓમાં ચાલતી ગેરરીતિનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. ABP અસ્મિતાના 'હું તો બોલીશ' કાર્યક્રમમાં દાહોદ અને અમદાવાદની કેટલીક શાળાઓમાં 'ભૂતિયા વિદ્યાર્થીઓ'ની હાજરી અંગેનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. અહેવાલ બાદ હવે શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ આવા કિસ્સાઓ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. શિક્ષણમંત્રીએ જણાવ્યું કે આવી શાળાઓ અંગે ફરિયાદ અથવા માહિતી મળતા જ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા અહેવાલ મગાવવામાં આવ્યા છે. તપાસ અને અહેવાલના આધારે નિયમોનો ભંગ કરતી શાળાઓ સામે ટૂંક સમયમાં આકરા પગલાં લેવામાં આવશે. ત્યારે સવાલ એ છે કે 'ભૂતિયા વિદ્યાર્થીઓ'ના નામે ચાલતી આ ગેરરીતિ સામે સરકારની કાર્યવાહી કેટલી અસરકારક રહેશે? સમગ્ર મામલાની વધુ વિગતો માટે જુઓ આ ખાસ અહેવાલ.