Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિમાં વિલંબ થતા ABVPનું કલેક્ટરને આવેદનપત્ર:આર્થિક ભારણ વધતું હોવાની રજૂઆત, તાત્કાલિક રકમ જમા કરાવવા માગ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 25, 2026 👁 7 views
વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિમાં વિલંબ થતા ABVPનું કલેક્ટરને આવેદનપત્ર:આર્થિક ભારણ વધતું હોવાની રજૂઆત, તાત્કાલિક રકમ જમા કરાવવા માગ
રાજ્યની વિવિધ સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની બાકી રહેલી શિષ્યવૃત્તિની રકમ તાત્કાલિક ચૂકવવા તથા પેન્ડિંગ અરજીઓનો સમયસર નિકાલ કરવા ABVPએ આજે(25 ઓગસ્ટ) કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. સમયસર શિષ્યવૃત્તિ ન મળતી હોવાથી વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી રહ્યા હોવાની પણ રજૂઆત કલેકટરને કરવામાં આવી છે. શિષ્યવૃત્તિની રકમ બેંક ખાતામાં જમા થઈ નથી રાજ્યની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા SC, ST, SEBC, EWS સહિતના વિદ્યાર્થીઓ સરકારની વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ હેઠળ નિયમિત રીતે ઓનલાઈન અરજીઓ કરે છે. જોકે, ઘણા વિદ્યાર્થીઓની MYSY, CMSS તેમજ આદિજાતિ અને સામાજિક કલ્યાણ વિભાગ હેઠળની પ્રી-મેટ્રિક અને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિની રકમ હજુ સુધી તેમના બેંક ખાતામાં જમા થઈ નથી. કેટલીક અરજીઓમાં અથવા અન્ય ટેકનિકલ તથા વહીવટી કારણોસર વિલંબ થઈ રહ્યો છે. શિષ્યવૃત્તિની રકમ તાત્કાલિક વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરાવવા માગ જેના કારણે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને અભ્યાસ ફી, પુસ્તકો, હોસ્ટેલ-રહેઠાણ સહિતના શૈક્ષણિક ખર્ચને પહોંચી વળવામાં મુશ્કેલી પડી રહી છે અને તેમના પરિવાર પર પણ આર્થિક ભારણ વધી રહ્યું હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિત અને તેમની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા બાકી રહેલી શિષ્યવૃત્તિની રકમ તાત્કાલિક વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરાવવામાં આવે તેવી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી સુધી રજૂઆત ABVPના પ્રદેશ મંત્રી દેવાંશ ભ્રમભટ્ટે જણાવ્યું હતું કે, ડિજિટલ ગુજરાત અંતર્ગત પ્રિ મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક જે સ્કોલરશીપ છે તે અને અન્ય જે સ્કોલરશીપ વિદ્યાર્થીઓને મળવામાં વિલંબ થઈ રહ્યો છે. જેથી વિદ્યાર્થીઓ પર આર્થિક ભારણ વધવાથી ડ્રોપ આઉટ રેશિયો પણ વધી રહ્યો છે. કલેકટરના માધ્યમથી મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી અને સમાજ કલ્યાણ વિભાગ સુધી રજૂઆત પહોંચાડવામાં આવી છે. વિદ્યાર્થીઓના ખાતામાં તાત્કાલિક સ્કોલરશીપની રકમ જમા કરાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan