top
ઘોડદોડ રોડ વેસ્ટફિલ્ડ કોમ્પ્લેક્સની દુકાનમાં આગથી અફરાતફરી:ધુમાડાના ગોટેગોટા દેખાતા લોકો કોમ્પલેક્ષની બહાર દોડી આવ્યા, ACમાં શોર્ટ સર્કિટથી લાગી હતી આગ
સુરતના ઘોડદોડ રોડ પર વેસ્ટફિલ્ડ કોમ્પ્લેક્સમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર એક દુકાનમાં એસીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે અચાનક આગ ભભૂકી હતી. ત્યારે દુકાનમાંથી નીકળેલો ધુમાડો કોમ્પ્લેક્સની બહાર સુધી ફેલાઈ ગયો હતો. જેને કારણે આસપાસમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. કોમ્પલેક્ષમાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો દુકાનમાંથી ધુમાડો નીકળતો જોઈ અને આગની જાણ થતાં જ કોમ્પ્લેક્સમાં હાજર લોકો તથા અન્ય દુકાનદારોમાં થોડા સમય માટે નાસભાગ મચી ગઈ હતી. લોકો સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક કોમ્પ્લેક્સ પરિસરમાંથી બહાર ખુલ્લી જગ્યામાં દોડી આવ્યા હતા. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ સમયસર પહોંચીને તુરંત પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. ફાયર વિભાગની ઝડપી કાર્યવાહીને પગલે આગ વધુ ફેલાતી અટકી ગઈ હતી. આ ઘટનામાં કોઈ મોટી હોનારત કે જાનહાનિ થઈ નથી. માત્ર દુકાનમાં સામાન્ય નુકસાન પહોંચ્યું છે અને સમયસર આગ કાબૂમાં આવી જતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
Read full article on Divya Bhaskar