Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Ahmedabad: મિશન સાયબર રક્ષિકા હેઠળ મહિલાઓને ન્યૂડ વીડિયો મોકલી બ્લેકમેઇલ કરતી ગેંગના 1 મહિલા સહિત 8 આરોપી ઝડપાયા

📰 Sandesh 🕐 1 min read 📅 August 14, 2026 👁 5 views
Ahmedabad: મિશન સાયબર રક્ષિકા હેઠળ મહિલાઓને ન્યૂડ વીડિયો મોકલી બ્લેકમેઇલ કરતી ગેંગના 1 મહિલા સહિત 8 આરોપી ઝડપાયા
સોશિયલ મીડિયા પર મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા સામે મોટો ખતરો ઊભો કરનાર સાયબર ગુનેગારો સામે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે લાલ આંખ કરી છે. શહેરમાં મહિલાઓ સામે વધી રહેલા સાયબર સ્ટોકિંગ, સાયબર બુલિંગ અને ઓનલાઇન ઉત્પીડનના કેસોને ડામવા માટે અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે 'મિશન સાયબર રક્ષિકા' અને 'સાયબર સેફ પ્રોજેક્ટ' ની શરૂઆત કરી હતી. મિશન સાયબર રક્ષિકા અને સાયબર સેફ પ્રોજેક્ટની શરૂઆત જે અંતર્ગત ગત જુલાઈ માસ દરમિયાન જ સાયબર ક્રાઇમ સ્ટેશનમાં 11 જેટલી ગંભીર ફરિયાદો મળી હતી. આ ફરિયાદોમાં મહિલાઓના ફેક સોશિયલ મીડિયા આઈડી બનાવી તેમને બદનામ કરવા, ન્યૂડ ફોટા અને વીડિયો મોકલી માનસિક ત્રાસ આપવો તેમજ બ્લેકમેઇલ કરીને પૈસાની ઉઘરાણી કરવાના આરોપો હતા. પોલીસ કમિશનર દ્વારા આ મામલે 8 પી.આઈ. સહિત ઉચ્ચ અધિકારીઓની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને આઈપી એડ્રેસના આધારે સાયબર ટીમે ગુજરાતના વિવિધ જિલ્લાઓ ઉપરાંત પડોશી રાજ્ય રાજસ્થાનમાં દરોડા પાડી 1 મહિલા અને 7 પુરુષો મળી કાયદેસર રીતે કુલ 8 આરોપીઓની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવેલા ચોંકાવનારા ખુલાસા પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મોટાભાગના કિસ્સાઓમાં ફરિયાદી મહિલાઓના નજીકના ઓળખીતાઓ અથવા તો તેમના અગાઉના બોયફ્રેન્ડ જ બદલો લેવાની કે બ્લેકમેઇલ કરવાની દાનતથી આરોપી નીકળ્યા હતા.પકડાયેલા આરોપીઓ પૈકી બે આરોપીઓ અત્યંત વિકૃત માનસિકતા ધરાવતા હતા. સ્નેપચેટ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા માધ્યમો પર કોઈપણ મહિલા કે યુવતીનું એકાઉન્ટ જોઈને તેમને ટાર્ગેટ કરી હેરાનગતિ કરવી એમની ટેવ બની ગઈ હતી. આ પણ વાંચો: Ahmedabad: RPF એ જોધપુરની 2 સગીરાઓને બચાવી; આકિબ અન્સારી અને સૈયદ ઇબ્રાહિમ જેલભેગા
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan