Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Ahmedabad: થલતેજમાં ડમ્પરની અડફેટે માતાની નજર સામે 12 વર્ષની બાળકીનું કરુણ મોત

📰 Abp News 🕐 1 min read 📅 September 7, 2026 👁 1 views
Ahmedabad: થલતેજમાં ડમ્પરની અડફેટે માતાની નજર સામે 12 વર્ષની બાળકીનું કરુણ મોત

Ahmedabad Accident: અમદાવાદના થલતેજ ચાર રસ્તા પર હચમચાવી નાખે તેવી અકસ્માતની ઘટના બની છે. થલતેજ ચાર રસ્તા પર ડમ્પરે અકસ્માત સર્જાતા એક્ટિવા પર માતા સાથે જઈ રહેલી 12 વર્ષની દીકરી ગંભીર ઈજાગ્રસ્ત થઈ હતી. આ અકસ્માતની ઘટનામાં દિકરીને ડમ્પરે કચડી નાખતા તેનું કરુણ મોત થયું છે. બપોરના સમયે બનેલી આ ઘટનાને પગલે ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ડમ્પર ચાલકની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

માતાની પાછળ એક્ટિવા પર બેસેલી દીકરીને ડમ્પરે કચડી

મળતી માહિતી મુજબ, બપોરે અંદાજે 1:30 વાગ્યાના સમયગાળા દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. માતા એક્ટિવા ચલાવી રહ્યા હતા અને તેમની પાછળ 12 વર્ષની દીકરી બેઠી હતી. આ દરમિયાન થલતેજ ચાર રસ્તા નજીક ડમ્પરની અડફેટે આવતા દીકરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. અકસ્મતમાં આરાધ્યા દીપકભાઈ બારોટ નામની 12 વર્ષની દીકરીનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.

SG-1 ટ્રાફિક પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી

અકસ્માતની ઘટનાની જાણ થતાં SG-1 ટ્રાફિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે અકસ્માત કરનાર ડમ્પરને પરમિટ મળેલ હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, ડમ્પર કયા પરમિટ હેઠળ અને કઈ શરતો સાથે રસ્તા પર દોડી રહ્યું હતું તે અંગે પોલીસ તપાસ બાદ વધુ વિગતો સામે આવી શકે છે.

દિકરીના મૃત્યુથી પરિવાર પર આભ ફાટી પડ્યું

અમદાવાદ શહેરના થલતેજ ચાર રસ્તા પર બનેલી આ અકસ્માતની ઘટનામાં આરાધ્યા બારોટના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છે. 12 વર્ષની દીકરીને ગુમાવવાના દુઃખથી પરિવાર આઘાતમાં છે. માર્ગ અકસ્માતની આ ઘટના ફરી એક વખત અમદાવાદના રસ્તાઓ પર ભારે વાહનોની અવરજવર અને તેમની ગતિ અંગે ગંભીર સવાલો ઊભા કરે છે. થલતેજ વિસ્તાર શહેરના મહત્વના માર્ગો અને મેટ્રો કનેક્ટિવિટીના કારણે સતત વાહનવ્યવહારથી ધમધમતો હોય છે.

ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ

હાલ સમગ્ર મામલે ફરિયાદ નોંધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ફરિયાદ નોંધાયા બાદ આરોપીની ઓળખ અંગે સત્તાવાર વિગતો સામે આવશે અને ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે અકસ્માતના સમગ્ર ઘટનાક્રમ અંગે તપાસ હાથ ધરી છે.

Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan