Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

Ahmedabadના નારણપુરામાં મકાનની છતના પોપડા પડ્યા, મોટી દુર્ઘટના ટળી

📰 Sandesh 🕐 1 min read 📅 August 13, 2026 👁 4 views
Ahmedabadના નારણપુરામાં મકાનની છતના પોપડા પડ્યા, મોટી દુર્ઘટના ટળી
અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા નારાણપુરા સ્થિત શ્રદ્ધા દીપ સોસાયટીમાં મકાનની છતના પોપડા ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. અચાનક મોટો અવાજ સાથે છતમાંથી પ્લાસ્ટર અને કોંક્રીટના પોપડા નીચે પડતાં સોસાયટીના રહીશોમાં ક્ષણભર માટે ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જૂના બાંધકામને કારણે સળિયા સડી ગયા ઘટનાની વિગતો અનુસાર, આ સોસાયટીના મકાનો ખૂબ જ જૂના બાંધકામ ધરાવે છે. લાંબા સમયથી યોગ્ય જાળવણીના અભાવે અને મકાન જૂનું થઈ ગયું હોવાથી છતના આંતરિક લોખંડના સળિયા પણ ભારે સડી ગયેલી અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળ્યા છે. આ જર્જરિત સ્થિતિને કારણે જ છતનો કેટલોક ભાગ અચાનક તૂટી પડ્યો હતો. સદનસીબે કોઈ જાનહાની નહીં છતના ભારે પોપડા નીચે પડ્યા તે સમયે સદનસીબે નીચે કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી હોનારત ટળી હતી અને કોઈ જાનહાની નોંધાઈ નથી, જેથી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, આ ઘટનાને પગલે સોસાયટીમાં આવેલા અન્ય જૂના અને જર્જરિત મકાનોની સલામતી સામે પણ મોટા પ્રશ્નાર્થચિહ્નો ઊભા થયા છે, જેને લઈને રહીશોમાં ચિંતા વ્યાપી ગઈ છે. આ પણ વાંચો : Junagadhમાં તોડબાજ પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી, ડી-સ્ટાફના 5 કર્મીઓની તાત્કાલિક બદલી
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan