Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Ahmedabad: એર ઇન્ડિયા પ્લેન ક્રેશ તપાસ અંગે કેન્દ્રીય મંત્રીનો ખુલાસો,આંતરરાષ્ટ્રીય એજન્સીઓ કરી રહી છે તપાસ

📰 Sandesh 🕐 1 min read 📅 September 1, 2026 👁 2 views
Ahmedabad: એર ઇન્ડિયા પ્લેન ક્રેશ તપાસ અંગે કેન્દ્રીય મંત્રીનો ખુલાસો,આંતરરાષ્ટ્રીય એજન્સીઓ કરી રહી છે તપાસ
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતેથી 'હબ એન્ડ સ્પોક' મોડલના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દેશનો 7.8 ટકાનો ગ્રોથ રેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશી વિચારધારાનું જ પરિણામ છે. આ વિકાસ દરનો સીધો લાભ દેશના સામાન્ય અને છેવાડાના લોકોને મળી રહ્યો છે. અમદાવાદમાં એવિએશન મોડલ લોન્ચ તેમણે ઉમેર્યું કે, એક સમયે વિમાન પ્રવાસ માત્ર ધનિકો પૂરતો સીમિત હતો, પરંતુ વડાપ્રધાનની 'ઉડાન' યોજનાના કારણે 1.68 કરોડથી વધુ સામાન્ય લોકોએ હવાઈ સફર કરી છે. 2014 માં દેશમાં માત્ર 74 એરપોર્ટ હતા, જે વધીને આજે 166 થયા છે. વારાણસીથી સફળતાપૂર્વક શરૂ થયેલું હબ એન્ડ સ્પોક મોડલ હવે અમદાવાદથી શરૂ થતાં નાના શહેરોની કનેક્ટિવિટી વધશે. ગુજરાતમાં હાલ 3 આંતરરાષ્ટ્રીય સહિત 19 એરપોર્ટ કાર્યરત છે, જે 'વિકસિત ભારત 2047' ના સંકલ્પને વેગ આપશે. તપાસ સંબંધિત મહત્વપૂર્ણ વિગતો આ જ કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતાં કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીએ એર ઇન્ડિયાના પ્લેન ક્રેશની ઘટના અંગે મોટી વિગતો આપી હતી. મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, પ્લેન ક્રેશની તપાસનો રિપોર્ટ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. પ્લેનમાં અનેક આંતરરાષ્ટ્રીય મુસાફરો સવાર હોવાના કારણે વૈશ્વિક નિયમો મુજબ આંતરરાષ્ટ્રીય તપાસ એજન્સીઓ પણ આ સમગ્ર તપાસ પ્રક્રિયામાં સક્રિયપણે જોડાઈ છે. તમામ ટેકનિકલ પાસાઓ અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓના ઇનપુટ્સ ભેગા કરી ખૂબ જ જલ્દી પ્લેન ક્રેશનો આખરી તપાસ અહેવાલ જાહેર કરવામાં આવશે. આ પણ વાંચો: Ganhinagar: સગીરાના અપહરણ-શોષણ કેસમાં આરોપી અલ્પેશ રબારીને 20 વર્ષની સખત કેદ અને 30 હજારનો દંડ
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan