Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Ahmedabad : બોમ્બની ધમકીથી ફ્લાઈટમાં ખળભળાટ, લખનૌથી દમામ જતી ઈન્ડિગો ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ

📰 Sandesh 🕐 1 min read 📅 September 10, 2026 👁 1 views
Ahmedabad : બોમ્બની ધમકીથી ફ્લાઈટમાં ખળભળાટ, લખનૌથી દમામ જતી ઈન્ડિગો ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ
અમદાવાદ એરપોર્ટ પર બોમ્બની ધમકી મળતા ઈન્ડિગોની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. લખનૌથી દમામ જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની અફવા મળતાં અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક હરકતમાં આવી હતી. બોમ્બની ધમકી મળતા ફ્લાઈટ અમદાવાદ ડાયવર્ટ લખનૌથી દમામ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટને બોમ્બની ધમકી મળ્યા બાદ તેને અમદાવાદ એરપોર્ટ પર ઉતારવામાં આવી હતી. ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડિંગ થયા બાદ તમામ મુસાફરોને વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. BDDS, CISF અને પોલીસે શરૂ કર્યું સઘન ચેકિંગ ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિમાનની સઘન તપાસ શરૂ કરી હતી. BDDS, CISF તેમજ સ્થાનિક પોલીસે મળીને ચેકિંગ હાથ ધર્યું હતું. વિમાનમાં કોઈ શંકાસ્પદ વસ્તુ કે બોમ્બ હોવાની શક્યતા અંગે તપાસ કરવામાં આવી રહી છે. તમામ મુસાફરોની પૂછપરછ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ તમામ મુસાફરોનું સુરક્ષિત રીતે ઉતરાણ કરાવ્યા બાદ સ્થાનિક પોલીસે તેમની પૂછપરછ શરૂ કરી છે. ધમકી સાચી હતી કે માત્ર અફવા હતી તે અંગે સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે અને ચેકિંગ પૂર્ણ થયા બાદ જ ધમકી અંગેની હકીકત સ્પષ્ટ થશે. આ પણ વાંચો : Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan