Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Ahmedabad: દરેક નાગરિક મતદાર બને અને અચૂક મતદાન કરે તે જ ચૂંટણી પંચનું લક્ષ્ય - CEC જ્ઞાનેશ કુમાર

📰 Sandesh 🕐 1 min read 📅 September 11, 2026 👁 2 views
Ahmedabad: દરેક નાગરિક મતદાર બને અને અચૂક મતદાન કરે તે જ ચૂંટણી પંચનું લક્ષ્ય - CEC જ્ઞાનેશ કુમાર
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા યોજાયેલી મહત્વપૂર્ણ પ્રેસ પરિષદને સંબોધતા મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારે ભારપૂર્વક જણાવ્યું હતું કે, લોકશાહીને વધુ મજબૂત કરવા માટે 18 વર્ષ પૂર્ણ કરનાર દરેક નાગરિકનું નામ મતદાર યાદીમાં સામેલ થાય તે અત્યંત જરૂરી છે. ચૂંટણી પંચે યુવાનો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગજનો તેમજ LGBT સમુદાય સહિત સમાજના તમામ વર્ગોને આગળ આવીને મતદાર તરીકે નોંધણી કરાવવા માટે ભાવુક અપીલ કરી હતી. ECI Net એપ મારફતે ઘરે બેઠા મતદાર નોંધણી આ વિશાળ નોંધણી અભિયાનને સફળ બનાવવા માટે સમગ્ર દેશમાં 11 લાખથી વધુ બૂથ લેવલ ઓફિસર (BLO) અને 15 લાખથી વધુ બૂથ લેવલ એજન્ટ (BLA) દિવસ-રાત કામગીરી કરી રહ્યા છે. પંચનું મુખ્ય લક્ષ્ય કોઈ પણ પાત્ર નાગરિક મતદાનના અધિકારથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવાનું છે. મુખ્ય ચૂંટણી કમિશનરે દેશના તમામ નાગરિકોને 'ECI Net' એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે વિનંતી કરી હતી. આ આધુનિક એપના માધ્યમથી કોઈપણ નાગરિક પોતાનો વોટર ID નંબર દાખલ કરીને મતદાર તરીકેનું સ્ટેટસ સરળતાથી ચકાસી શકે છે. જો કોઈ નાગરિકનું નામ મતદાર યાદીમાં ન હોય, તો તેઓ ECI Net એપ મારફતે જ સીધું Form-6 ભરીને નવી નોંધણી માટે અરજી કરી શકે છે. Form-6 અને BLO કોલ બુકિંગની ડિજિટલ સુવિધા ફોર્મ ભરાયા બાદ સંબંધિત BLO દ્વારા સ્થળ તપાસ અને આગળની કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ ઉપરાંત, મતદાર યાદીને લગતી કોઈ પણ મૂંઝવણ કે સહાય માટે નાગરિકો આ એપ દ્વારા પોતાના વિસ્તારના BLO સાથે સીધો કોલ બુક કરી શકે છે. જ્ઞાનેશ કુમારે સ્પષ્ટ કર્યું હતું કે દરેક નાગરિક મતદાર બને અને પોતાના મતાધિકારનો ચોક્કસ ઉપયોગ કરે તે જ ચૂંટણી પંચનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ પણ વાંચો: Gandhinagar: ગણેશોત્સવને લઈને સમગ્ર રાજ્યમાં કડક સુરક્ષા બંદોબસ્ત, સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ ફોર્સ તૈનાત
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan