Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

Ahmedabad એરપોર્ટ પર બેંગકોકથી આવેલી ફ્લાઇટના બે મુસાફરો પાસેથી 13.012 કિલો હાઇડ્રોપોનિક્સ ગાંજો જપ્ત!

📰 Sandesh 🕐 1 min read 📅 November 1, 2026 👁 4 views
Ahmedabad એરપોર્ટ પર બેંગકોકથી આવેલી ફ્લાઇટના બે મુસાફરો પાસેથી 13.012 કિલો હાઇડ્રોપોનિક્સ ગાંજો જપ્ત!
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) અને કસ્ટમ્સ વિભાગ દ્વારા અત્યંત સફળ અને મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વિદેશથી ગેરકાયદેસર રીતે ડ્રગ્સની હેરાફેરી કરવાના રેકેટનો પર્દાફાશ કરતા કસ્ટમ્સ અધિકારીઓએ બેંગકોકથી આવેલા બે શંકાસ્પદ મુસાફરોને ઝડપી પાડ્યા છે. આ બંને મુસાફરો થાઈ એરવેઝની ફ્લાઇટ નંબર TG-343 મારફતે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા. પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે એક્સ-રે સ્કેનિંગમાં પકડાયા ચોર કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ બાતમી અને પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે આ બંને મુસાફરોની ગતિવિધિઓ પર શંકા જતા તેમને તપાસ અર્થે રોક્યા હતા. ત્યારબાદ તેમની ચેક-ઇન ટ્રોલી બેગ્સનું એક્સ-રે સ્કેનિંગ કરવામાં આવ્યું હતું, જે દરમિયાન બેગની અંદર શંકાસ્પદ વસ્તુઓ હોવાનું સામે આવ્યું હતું. અધિકારીઓએ બંને ટ્રોલી બેગની સઘન તપાસ કરતા તેમાંથી વેક્યૂમ સીલ કરેલા કુલ 14 પેકેટ મળી આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં લાખો રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત આ પેકેટ્સમાં રહેલા પદાર્થની પ્રાથમિક તપાસ અને ડ્રગ ડિટેક્શન કિટથી ચકાસણી કરતાં તે હાઇડ્રોપોનિક્સ ગાંજો (Hydroponic Weed) હોવાનું પોઝિટિવ પરિણામ આવ્યું હતું. કસ્ટમ્સ અધિકારીઓએ આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડો રૂપિયાની કિંમત ધરાવતો કુલ 13.012 કિલોગ્રામ હાઇડ્રોપોનિક્સ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. NDPS એક્ટ હેઠળ ધરપકડ કરી કસ્ટમ્સની વધુ તપાસ કસ્ટમ્સ વિભાગ દ્વારા એનડીપીએસ (NDPS Act 1985) કાયદાની કલમો હેઠળ બંને મુસાફરોની સત્તાવાર ધરપકડ કરવામાં આવી છે. આ હાઇડ્રોપોનિક્સ ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને અમદાવાદમાં કોને પહોંચાડવાનો હતો તે અંગેના નેટવર્કને પકડવા માટે કસ્ટમ્સ વિભાગ દ્વારા ઊંડાણપૂર્વક અને સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan