top
Ahmedabad: વિરમગામ મર્કન્ટાઈલ બેંકની વાર્ષિક સાધારણ સભા યોજાઈ
વિરમગામ :વિરમગામમાં કાર્યરત ધી વિરમગામ મર્કન્ટાઈલ કો. ઓ. બેન્કની 56મી વાર્ષિક સાધારણ સભા રવિવારે પટેલ સમાજ વાડીમાં યોજાઈ.જેમા બેંકે પ્રગતિ કરી એ ગ્રુપમાં આવ્યા અંગે માહિતી આપવામાં આવી હતી. બેંકમાં વિશ્વાસ રાખી સાથ આપનાર સાથી સમિતિ, સભાસદો તથા કર્મચારીઓને ચેરમેન ડો.દિલીપ પટેલે અભિનંદન પાઠવ્યા હતા. આ વર્ષે પણ બેંકે સભાસદો માટે 8 ટકા ડિવિડન્ડ જાહેર કર્યું છે. બેંકના ગ્રાહકો માટે ક્યુઆર કોડની સગવડતા શરૂ કરાઈ છે તથા ભારત બિલ પેમેન્ટની સુવિધા પણ ટૂંક સમયમાં શરૂ કરાશે અંગે મેનેજર નિલેશ ચાંપાનેરી દ્વારા સભાસદોને માહિતી અપાઈ હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read full article on Sandesh