Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Ahmedabad : મંજૂરી વગર ઝાડ કાપવાનો ખેલ ભારે પડ્યો, ચિત્રા એડ એજન્સી સામે સરખેજ પોલીસમાં ફરિયાદ

📰 Sandesh 🕐 1 min read 📅 September 10, 2026 👁 2 views
Ahmedabad : મંજૂરી વગર ઝાડ કાપવાનો ખેલ ભારે પડ્યો, ચિત્રા એડ એજન્સી સામે સરખેજ પોલીસમાં ફરિયાદ
અમદાવાદમાં ચિત્રા એડ એજન્સી સામે અમદાવાદ મહાનગરપાલિકાએ કાર્યવાહી શરૂ કરી છે. YMCAથી યોગા સર્કલ રોડ પર મંજૂરી વગર ઝાડ કાપવામાં આવ્યા હોવાના મામલે મનપાએ એજન્સીને નોટિસ પાઠવી હતી. નોટિસનો જવાબ ન આપતાં હવે સરખેજ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ કરવામાં આવી છે. ઝાડ કાપવાની મંજૂરી કોણે આપી? મનપાની નોટિસ છતાં ખુલાસો નહીં મળતી માહિતી મુજબ, YMCAથી યોગા સર્કલ તરફ જતા રોડ પર ચિત્રા એડ એજન્સી દ્વારા મંજૂરી વગર ઝાડ કાપવામાં આવ્યા હતા. મામલો ધ્યાન પર આવતા મનપાએ એજન્સીને નોટિસ પાઠવી 3 દિવસમાં ખુલાસો રજૂ કરવા જણાવ્યું હતું. પરંતુ નિર્ધારિત સમયમર્યાદામાં એજન્સી દ્વારા કોઈ ખુલાસો ન કરવામાં આવતા મનપાએ હવે સરખેજ પોલીસને જાણ કરી છે. અગાઉ પણ ઝાડ કાપ્યા હતા, ત્યારે રૂ.10 લાખનો દંડ ચિત્રા એડ એજન્સી સામે આ પહેલી કાર્યવાહી નથી. અગાઉ પણ એજન્સી દ્વારા મંજૂરી વગર ઝાડ કાપવામાં આવ્યા હોવાનો મામલો સામે આવ્યો હતો. તે સમયે મનપાએ કાર્યવાહી કરીને એજન્સીને રૂ.10 લાખનો દંડ ફટકાર્યો હતો. એક પછી એક વિવાદ, હવે પોલીસ સુધી પહોંચ્યો મામલો અગાઉ ઝાડ કાપવાના મામલે દંડ અને હવે મંજૂરી વગર ઝાડ કાપવાના મામલે નોટિસ બાદ પોલીસમાં જાણવાજોગ ફરિયાદ થતાં ચિત્રા એડ એજન્સી સામે મનપાનું વલણ વધુ કડક બન્યું છે. હવે પોલીસ અને મનપાની આગળની કાર્યવાહી બાદ રોડ કાપવાની કામગીરી કયા હેતુથી અને કોની મંજૂરી વિના કરવામાં આવી હતી તે અંગે વધુ વિગતો સામે આવી શકે છે. આ પણ વાંચો : Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan