Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Ahmedabad News: નરોડા પાટિયા બ્રિજ મુદ્દે AMC કમિશનર અને રોડ કમિટી આમને-સામને, જૈનિક વકીલે લખ્યો પત્ર

📰 Sandesh 🕐 1 min read 📅 August 28, 2026 👁 3 views
Ahmedabad News: નરોડા પાટિયા બ્રિજ મુદ્દે AMC કમિશનર અને રોડ કમિટી આમને-સામને, જૈનિક વકીલે લખ્યો પત્ર
અમદાવાદ શહેરના નરોડા પાટિયા વિસ્તારમાં બની રહેલા ઓવર બ્રિજના નિર્માણ કાર્યમાં થઈ રહેલા ભારે વિલંબને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્ર અને ચૂંટાયેલી પાંખ વચ્ચે વિવાદ સપાટી પર આવ્યો છે. આ મુદ્દે રોડ કમિટીના ચેરમેન જૈનિક વકીલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને સત્તાવાર પત્ર પાઠવીને તીખા સવાલો કર્યા છે. સાઇટ ક્લિયરન્સ વગર વર્ક ઓર્ડર આપવા સામે ઉઠાવ્યા સવાલ રોડ કમિટી ચેરમેન જૈનિક વકીલે પત્રમાં આકરા પ્રહારો કરતા પ્રશ્ન પૂછ્યો છે કે, જ્યારે પ્રોજેક્ટ માટે સાઇટ ક્લિયરન્સ અને અંડરગ્રાઉન્ડ યુટિલિટી સિસ્ટમ જેમ કે ગેસ, ડ્રેનેજ અને વીજળીની પાઇપલાઇનો અંગે પૂરતી માહિતી ઉપલબ્ધ ન હતી, તો પછી કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર શા માટે આપી દેવામાં આવ્યો? કન્સલ્ટન્ટની ભૂલ અને 185 દિવસના વિલંબ પર સ્પષ્ટતાની માગ બ્રિજનું બાંધકામ નક્કી કરેલી સમયમર્યાદા કરતા 185 દિવસ મોડું થયું છે. પત્રમાં આ 185 દિવસના અતિરિક્ત વિલંબની ગણતરી કઈ પદ્ધતિ કે ધોરણોના આધારે કરવામાં આવી છે, તેનો વિગતવાર ખુલાસો માંગવામાં આવ્યો છે. આ ઉપરાંત, જો બ્રિજની ડિઝાઇન બનાવવામાં કન્સલ્ટન્ટની કોઈ ખામી કે ક્ષતિ રહી ગઈ હોય, તો તેમની સામે અત્યાર સુધી શું કાનૂની કે શિસ્તભંગના પગલાં ભરવામાં આવ્યા છે, તેની પણ સ્પષ્ટતા માંગવામાં આવી છે. રૂપિયા 50 લાખની પેનલ્ટીની જોગવાઈઓ પર આકરા સવાલો બ્રિજના કામમાં વિલંબ બદલ કોન્ટ્રાક્ટરને રૂપિયા 50 લાખની પેનલ્ટી ફટકારવામાં આવી છે. આ પેનલ્ટી નક્કી કરતી વખતે કઈ-કઈ કાનૂની અને ટેન્ડરની જોગવાઈઓ ધ્યાનમાં લેવામાં આવી છે તેનો સંપૂર્ણ રિપોર્ટ આપવા કમિટી ચેરમેને આદેશ કર્યો છે. પત્રના કારણે AMC વહીવટી તંત્રમાં ભારે ચર્ચા જાગી છે. આ પણ વાંચો - Ahmedabad Police Commissionerનો માસ્ટર પ્લાન, 400થી વધુ ગુનેગારો સામે પાસા અને કેમિકલ ગોડાઉનોમાં ચેકિંગ
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan