top
Ahmedabad News: ફતેવાડીમાંથી કોડેઇનયુક્ત કફસિરૂપનો મોટો જથ્થો ઝડપાયો, એકની ધરપકડ
અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થો અને ગેરકાયદે ડ્રગ્સના નેટવર્કને નાબૂદ કરવા માટે અમદાવાદ પોલીસે સપાટો બોલાવ્યો છે. વેજલપુર પોલીસની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ફતેવાડી વિસ્તારમાં આવેલા રમજાના પાર્કના એક મકાન પર અચાનક દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન મકાનમાંથી નશાકારક કફસિરૂપનો મોટો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કોડેઇન ફોસ્ફેટયુક્ત 354 બોટલો જપ્ત, એક આરોપી જેલભેગો પોલીસે મકાનની તલાશી લેતા નશા માટે વપરાતી કોડેઇન ફોસ્ફેટનું ઘાતક ઘટકતત્વ ધરાવતી કફસિરૂપની આશરે 354 બોટલો મળી આવી હતી. વેજલપુર પોલીસે આ તમામ જથ્થો કાયદેસર રીતે જપ્ત કરીને ઘટના સ્થળેથી આરોપી ઇસબખાન પઠાણની અટકાયત કરી તેની વિધિવત ધરપકડ કરી લીધી છે. પુત્ર રિયાઝ વોન્ટેડ, પોલીસે શોધખોળ સાથે વધુ તપાસ શરૂ કરી પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ નશીલી કફસિરૂપના કાળા કારોબારમાં મુખ્ય આરોપી ઇસબખાન પઠાણની સાથે તેનો પુત્ર રિયાઝ પણ સક્રિય રીતે સામેલ હતો. દરોડા સમયે પુત્ર રિયાઝ હાજર ન મળી આવતાં પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. વેજલપુર પોલીસે આ મામલે ગુનો નોંધીને કફ સિરૂપનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને વેચવાનો હતો તે અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો: Ahmedabad : ESIC હોસ્પિટલમાં નોકરીનો ‘ભાવ’ 2 પગાર, 46 ઉમેદવાર પાસેથી રૂ.21.57 લાખની લાંચ લેવાતી હોવાનો ઘટસ્ફોટ
Read full article on Sandesh