Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Ahmedabad News : બાવળા નજીક GR ઇન્ફ્રા કંપનીમાં ભીષણ આગ, ફાયર ફાયટરો ઘટનાસ્થળે દોડ્યા...

📰 Sandesh 🕐 1 min read 📅 August 15, 2026 👁 4 views
Ahmedabad News : બાવળા નજીક GR ઇન્ફ્રા કંપનીમાં ભીષણ આગ, ફાયર ફાયટરો ઘટનાસ્થળે દોડ્યા...
અમદાવાદ જિલ્લાના બાવળા નજીક આવેલી જાણીતી GR ઇન્ફ્રા કંપનીમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. કંપની પરિસરમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈને આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. બનાવ અંગે તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, જેના પગલે સ્થાનિક તંત્ર અને ફાયર વિભાગની ટીમ તાબડતોબ એક્શનમાં આવી ગઈ હતી. અમદાવાદ, બાવળા અને ધોળકાની ફાયર ટીમો ઘટનાસ્થળે ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, બાવળા અને ધોળકા ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરો દ્વારા ચારેય તરફથી પાણીનો મારો ચલાવીને આગ પર વહેલી તકે કાબૂ મેળવવા માટેના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. હાલ આગ કયા કારણોસર લાગી તે અંગે પ્રાથમિક માહિતી મળી શકી નથી. 15મી ઓગસ્ટની રજા હોવાથી કામદારોની ગેરહાજરીથી મોટી હોનારત ટળી આગની આ ઘટનામાં સૌથી રાહતના સમાચાર એ સામે આવ્યા છે કે આજે 15મી ઓગસ્ટ (સ્વાતંત્ર્ય દિન) ની જાહેર રજા હોવાના કારણે કંપનીની અંદર કોઈ કામદારો કે સ્ટાફ હાજર ન હતો. ફેક્ટરી બંધ હોવાને કારણે કોઈ જાનહાનિ થઈ નથી અને મોટી દુર્ઘટના ટળી છે. હાલ ફાયર વિભાગ દ્વારા આગને વધુ ફેલાતી અટકાવવા કાવ્યાત્મક કામગીરી ચાલુ રાખવામાં આવી છે. આ પણ વાંચો : Bhavnagarમાં વ્યાજખોરોના ત્રાસથી 36 વર્ષીય યુવકે જીવન ટૂંકાવ્યું, સુસાઇડ નોટમાં 6 નામ
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan