crime
Ahmedabad News: બાવળાના રજોડામાં કેનાલ પાસેથી ડોક્યુમેન્ટનો જથ્થો બિનવારસી હાલતમાં મળતા ચકચાર, દુરુપયોગની આશંકા
અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં આવેલા રજોડા ગામ નજીકની કેનાલ પાસેથી આજે એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. કેનાલ કિનારેથી મોટી સંખ્યામાં નાગરિકોના આધારકાર્ડ અને બેંક પાસબુક સહિતના સંવેદનશીલ દસ્તાવેજોનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો છે. આટલા મહત્વના સરકારી અને બેંકિંગ કાગળો ખુલ્લામાં રઝળતા મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે સળવળાટ અને ચકચાર મચી ગઈ છે. નાગરિકોની અંગત અને સંવેદનશીલ માહિતી જોખમમાં આધારકાર્ડ અને બેંક પાસબુક જેવા દસ્તાવેજોમાં નાગરિકોની અત્યંત ખાનગી અને સંવેદનશીલ વિગતો સમાવિષ્ટ હોય છે. આ પ્રકારના દસ્તાવેજો ક્યાંથી આવ્યા અને આટલી મોટી સંખ્યામાં રસ્તા પર કોણે ફેંકી દીધા તે એક ગંભીર તપાસનો વિષય બન્યો છે. શું કોઈ ખાનગી સંસ્થા, કુરિયર એજન્સી કે બેંક દ્વારા આ રીતે દસ્તાવેજોનો બિનજવાબદારપણે નિકાલ કરવામાં આવ્યો છે કે કેમ, તે અંગે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. દસ્તાવેજોના દુરુપયોગની લોકમુખે ચર્ચા આ દસ્તાવેજો કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ કે સાયબર ફ્રોડ જેવા કામોમાં ઉપયોગમાં લેવાયા બાદ અહીં ફેંકી દેવાયા છે કે કેમ, તેવી શંકાઓ પણ વ્યક્ત થઈ રહી છે. સ્થાનિક નાગરિકો અને ગ્રામજનોમાં દસ્તાવેજોના દુરુપયોગ અંગે ભારે ચિંતા અને આક્રોશ જોવા મળી રહ્યો છે. કોઈપણ ગેરકાયદે પ્રવૃત્તિ થઈ હોવાની આશંકાને પગલે સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. જવાબદારો સામે કડક કાર્યવાહીની માગ આટલી મોટી બેદરકારી દાખવનાર કે દસ્તાવેજો રઝળતા મૂકનાર જવાબદાર શખ્સો અથવા સંસ્થા સામે ત્વરિત અને કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક નગરજનો મજબૂત માગ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, આવી ઘોર બેદરકારી સાંખી ન શકાય, કારણ કે આનાથી નિર્દોષ લોકો મુશ્કેલીમાં મુકાઈ શકે છે. પોલીસ અને તંત્ર દ્વારા સ્થળ તપાસની જરૂરિયાત સ્થાનિકો દ્વારા પોલીસ અને વહીવટી તંત્રને આ અંગે જાણ કરવામાં આવી છે. પોલીસ ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તમામ દસ્તાવેજો કબજે લેવામાં આવે, તે કઈ બેંક કે એજન્સીના છે તેની ચકાસણી કરવામાં આવે અને સમગ્ર પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. આ પણ વાંચો - 10 August Top News: 10 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ
Read full article on Sandesh