Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Ahmedabad News: એસઓજીની કૃષ્ણનગરમાં રેડ, 672 ગ્રામ હાઇબ્રીડ ગાંજો અને રૂ.21 લાખની રોકડ સાથે આરોપી ઝડપાયો

📰 Sandesh 🕐 1 min read 📅 August 16, 2026 👁 4 views
Ahmedabad News: એસઓજીની કૃષ્ણનગરમાં રેડ, 672 ગ્રામ હાઇબ્રીડ ગાંજો અને રૂ.21 લાખની રોકડ સાથે આરોપી ઝડપાયો
અમદાવાદ શહેરમાં ફૂટી નીકળેલા ડ્રગ્સ અને નશાના કાળા કારોબારને નાથવા માટે અમદાવાદ શહેર પોલીસ સતત એક્શન મોડમાં છે. તેવામાં અમદાવાદ શહેર એસઓજીની ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા રઘુનાથ સોસાયટીના એક મકાનમાં રેડ કરી હતો. આ રેડ દરમિયાન પોલીસે ઘરની અંદરથી 672 ગ્રામ જેટલો અત્યંત કિંમતી હાઇબ્રીડ ગાંજો જપ્ત કર્યો છે. ઘરમાંથી અંદાજિત 21 લાખ રૂપિયાની રોકડ મળી રેડ દરમિયાન એસઓજીની કસ્ટડીમાં આવેલા આરોપીનું નામ રાહુલ ગાડે હોવાનું સામે આવ્યું છે. પોલીસે જ્યારે આરોપી રાહુલના ઘરની સઘન તપાસ કરી ત્યારે હાઇબ્રીડ ગાંજાની સાથે ઘરમાંથી રૂ. 20.98 લાખની મોટી રોકડ રકમ પણ મળી આવી હતી. પોલીસે ગાંજો અને તમામ રોકડ રકમ કબ્જે કરીને આરોપી સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બન્ની ભાટીયા નામના મુખ્ય સૂત્રધારની શોધખોળ પોલીસની પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં સામે આવ્યું છે કે, આ હાઇબ્રીડ ગાંજાનું આખું નેટવર્ક બન્ની ભાટીયા નામનો શખ્સ ચલાવી રહ્યો છે. આ મુખ્ય આરોપી કૃષ્ણનગર, સરદારનગર અને આસપાસના વિસ્તારોમાં હાઇબ્રીડ ગાંજાનું વેચાણ અને નેટવર્ક ચલાવતો હતો. હાલમાં આ કેસમાં ફરાર થયેલા મુખ્ય સપ્લાયર બન્ની ભાટીયાને ઝડપી લેવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. રોકડ રકમ અને ડ્રગ્સ નેટવર્ક અંગે તપાસ તેજ આરોપીના ઘરેથી મળી આવેલી અંદાજિત રૂ. 21 લાખની રોકડ રકમ ગાંજાના વેચાણમાંથી જ એકઠી કરવામાં આવી હોવાની પોલીસને દ્રઢ શંકા છે. આથી પોલીસે આ નાણાકીય વ્યવહારો અને આવકના સ્ત્રોત અંગે ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. ડ્રગ્સ અને હાઇબ્રીડ ગાંજાનું આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે, અને તેમાં અન્ય કેવા પેડલરો સામેલ છે તે દિશામાં એસઓજીની અલગ-અલગ ટીમો તપાસ ચલાવી રહી છે. આ પણ વાંચો - Ahmedabad Airport પર કસ્ટમ્સની કાર્યવાહી, શારજાહથી લાવેલું રૂ.28.87 લાખનું સોનું અને સામાન જપ્ત
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan