Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Ahmedabad News: માતાજીના ‘ભુવા’ બની સિનિયર સિટીઝન્સને ઠગતી મદારી ગેંગનો પર્દાફાશ, LCB ઝોન-7 ટીમે 2 સાગરીતોને ઝડપ્યા

📰 Sandesh 🕐 1 min read 📅 August 31, 2026 👁 2 views
Ahmedabad News: માતાજીના ‘ભુવા’ બની સિનિયર સિટીઝન્સને ઠગતી મદારી ગેંગનો પર્દાફાશ, LCB ઝોન-7 ટીમે 2 સાગરીતોને ઝડપ્યા
અમદાવાદ શહેરમાં ધાર્મિક આસ્થાનો અયોગ્ય લાભ ઉઠાવીને નિર્દોષ નાગરિકો સાથે છેતરપિંડી આચરતી ગેંગ સામે પોલીસે લાલ આંખ કરી છે. LCB ઝોન-7ની ટીમે સપાટો બોલાવીને માતાજીના ‘ભુવા’ હોવાનો ઢોંગ કરી સોનાના દાગીના તારવી લેતી મદારી ગેંગના 2 રીઢા સાગરીતોને સોનાના ચોરેલા દાગીના સાથે ઝડપી પાડ્યા છે. રસ્તો પૂછવાના બહાને સિનિયર સિટીઝન્સને બનાવતા ટાર્ગેટ પોલીસ કસ્ટડીમાં આવેલા આરોપીઓની ઓળખ પવનનાથ ચૌહાણ (રહે. પીપણજ) અને રમેશનાથ ઉર્ફે હાપુડી ચૌહાણ (રહે. દહેગામ) તરીકે થઈ છે. આ આરોપીઓ મંદિરે દર્શન કરવા આવતા સિનિયર સિટીઝન્સને પોતાનો શિકાર બનાવતા હતા. મોડસ ઓપરેન્ડી: આરોપીઓ રસ્તા પર મંદિર જતા શ્રદ્ધાળુઓને રસ્તો પૂછવાના બહાને રોકતા હતા. વિશ્વાસમાં લેવાની ટ્રીક: વાતોમાં ફસાવી પોતે માતાજીના મોટા ભુવા હોવાનો ઢોંગ કરતા અને ‘માતાજીની કૃપા થશે’ તેમ કહી સોનાની ચેઈન કે કિંમતી વસ્તુઓ ઉતરાવી લેતા હતા. વટવા વિસ્તારમાં બનેલી ઘટનાથી પર્દાફાશ થયો આશરે 3 મહિના પહેલા વટવા વિસ્તારમાં આ જ મોડસ ઓપરેન્ડીથી એક મહિલા સાથે ઠગાઈ થઈ હતી. આરોપીઓએ મહિલાને વિશ્વાસમાં લઈ સોનાની ચેઈન ઉતરાવી તેના 2 ટુકડા કર્યા હતા. ત્યારબાદ એક ટુકડો પોતાની પાસે રાખી અને બીજો ટુકડો મહિલાને આપીને 'માતાજીના આશીર્વાદ મળશે' તેમ કહી રફુચક્કર થઈ ગયા હતા. મહિલાની ફરિયાદ અને ચોક્કસ બાતમીના આધારે LCB ઝોન-7ની ટીમે બંનેની ધરપકડ કરી છે. વડોદરામાં પણ વોન્ટેડ, આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, પકડાયેલો આરોપી પવનનાથ ચૌહાણ વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પણ ભુવા બનીને ઠગાઈ કરવાના ગુનામાં વોન્ટેડ હતો. આ ગેંગે અમદાવાદ ઉપરાંત રાજ્યના અન્ય શહેરોમાં પણ આવી જ રીતે અનેક લોકોને પોતાની જાળમાં ફસાવીને છેતરપિંડી આચરી હોવાનો ખુલાસો થયો છે. હાલ LCB ઝોન-7ની ટીમે બંને આરોપીઓને વટવા પોલીસને સોંપ્યા હતા, જ્યાં કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. આ ગેંગના અન્ય સાગરીતો અને અગાઉ આચરેલા ગુનાઓની વધુ તપાસ માટે વડોદરા પોલીસ ટ્રાન્સફર વોરંટ આધારે કસ્ટડી મેળવશે. આ પણ વાંચો - Ahmedabad News: Air Indiaના પ્લેનમાં બોમ્બની ધમકી, અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan