crime
Ahmedabad News : સાયબર ફ્રોડના ભોગ બનનારને મોટી રાહત, 11 ભોગ બનનારને રૂ.2.60 કરોડથી વધુ રિફંડ કર્યા
અમદાવાદ પોલીસની સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકો માટે એક પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. સાયબર ગુનાઓમાં પોતાની કમાણી ગુમાવનારા અરજદારોને મદદરૂપ થવા માટે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હેઠળ પોલીસ ટીમે ત્વરિત અને અસરકારક કાર્યવાહી કરીને સાયબર ફ્રોડનો ભોગ બનેલા 11 જેટલા અરજદારોને તેમની હોલ્ડ કરાયેલી રકમ પરત અપાવીને મોટી રાહત આપી છે. રૂ. 2.60 કરોડથી વધુની રકમ મૂળ માલિકોને રિફંડ કરાઈ સાયબર ક્રાઇમ બ્રાંચની ટેકનિકલ ટીમ દ્વારા ફ્રોડમાં ગયેલા નાણાંના લોકેશન અને બેંક એકાઉન્ટ્સ ટ્રેસ કરીને કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ સઘન કામગીરીના પરિણામે રૂ. 2.60 કરોડથી પણ વધુની માતબર રકમ રિકવર કરીને અરજદારોના ખાતામાં સફળતાપૂર્વક રિફંડ કરાવવામાં આવી છે. પોતાની ગુમાવેલી મૂડી પાછી મળતા અરજદારોએ અમદાવાદ પોલીસનો આભાર માન્યો હતો. રોકાણની લાલચથી સાવચેત રહેવા અને ત્વરિત ફરિયાદ કરવા અપીલ આ પ્રસંગે સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા નાગરિકોને શેરબજાર, ક્રિપ્ટો કે અન્ય સ્કીમોમાં વધુ વળતરની લાલચ આપતી અજાણી લિંક્સ અને રોકાણની ઠગાઈથી સાવચેત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ સાથે જ પોલીસે અપીલ કરી છે કે જો કોઈ પણ વ્યક્તિ નાણાકીય છેતરપિંડીનો ભોગ બને, તો તેણે સમય ગુમાવ્યા વિના તરત જ સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર અથવા નજીકના પોલીસ મથકે સંપર્ક કરીને ફરિયાદ નોંધાવવી જોઈએ. આ પણ વાંચો : Sabarkanthaમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
Read full article on Sandesh