politics
Ahmedabad News: શહેર પોલીસે કુલ 436 પ્રોહિબીશન કેસો શોધી કાઢ્યા, 476 આરોપીઓ વિરુદ્ધ ગુના નોંધાયા
અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી, વેચાણ અને દૂષણ પર સંપૂર્ણપણે અંકુશ મેળવવા માટે શહેર પોલીસ દ્વારા યોજાયેલી ખાસ ઝુંબેશમાં મોટી સફળતા મળી છે.ગત 18 થી 21 ઓગસ્ટ દરમિયાન યોજાયેલી ચાર દિવસીય સ્પેશિયલ પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત પોલીસે સમગ્ર શહેરમાં સઘન ચેકિંગ અને રેડ પાડીને કુલ 436 પ્રોહિબિશનના કેસો શોધી કાઢ્યા છે.આ કડક કાર્યવાહી દરમિયાન નશાબંધી ધારા હેઠળ કુલ 476 આરોપીઓ સામે ગુના નોંધી તેમની સામે કાયદેસરના પગલાં ભરવામાં આવ્યા છે. પોલીસ અસામાજિક તત્વોના અડ્ડાઓ પર ત્રાટકી પોલીસની ટીમોએ લિસ્ટેડ બુટલેગરો અને અસામાજિક તત્વોના અડ્ડાઓ પર ત્રાટકીને વિદેશી તથા દેશી દારૂનો જંગી જથ્થો જપ્ત કર્યો છે.વિદેશી દારૂના નોંધાયેલા 73 કેસોમાં પોલીસે 11479 બોટલ તથા બિયરનો જથ્થો પકડી પાડીને કુલ 80.56 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.આ ઉપરાંત દેશી દારૂના ૩૩૬ કેસોમાં 3693 લીટર દેશી દારૂ સહિત રૂ.8.43 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.દારૂની ગેરકાયદે પ્રવૃત્તિમાં સતત સંડોવાયેલા અને શિસ્તભંગ કરતા 7 રીઢા ઈસમો સામે પોલીસે પાસા હેઠળ કાર્યવાહી પણ હાથ ધરી છે. કડક કાર્યવાહી આગામી દિવસોમાં પણ નિરંતર ચાલુ રહેશે આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન શહેરના વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા કરવામાં આવેલી મુખ્ય કાર્યવાહીઓ મુજબ નરોડા પોલીસ સ્ટેશનમાં સૌથી મોટી સફળતા મેળવતાં 3840 બોટલ વિદેશી દારૂ, માલવાહક આયશર ગાડી, રોકડ રકમ અને મોબાઈલ ફોન મળીને કુલ રૂ.24.73 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. સોલા પોલીસ સ્ટેશન દ્વારા દરોડા દરમિયાન 2762 બોટલ-બિયર અને વાહન સહિત રૂ. 9.61 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સાબરમતી પોલીસ સ્ટેશન દ્વારા 1740 બોટલ વિદેશી દારૂ અને રોકડ રકમ સાથે રૂ.3.02 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. અમદાવાદ શહેર પોલીસે સ્પષ્ટ કર્યું છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે બુટલેગરો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવનારાઓ સામે આ પ્રકારની કડક કાર્યવાહી આગામી દિવસોમાં પણ નિરંતર ચાલુ રહેશે. આ પણ વાંચોઃ નખત્રાણા નજીક છોટાહાથીના ડીઝલ ટેન્કમાં ભયાનક બ્લાસ્ટ, 4 લોકોના મોતની આશંકા
Read full article on Sandesh