Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

AMC ફૂડ વિભાગના દરોડા:હીરાવાડીમાં લોલીપોપ ચોકલેટ બનાવતી ફેક્ટરીમાં ગંદકી અને ભંગાર મળ્યો, 1500 કિલો ચોકલેટનો જથ્થો જપ્ત કરી સીલ માર્યું

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 10, 2026 👁 6 views
AMC ફૂડ વિભાગના દરોડા:હીરાવાડીમાં લોલીપોપ ચોકલેટ બનાવતી ફેક્ટરીમાં ગંદકી અને ભંગાર મળ્યો, 1500 કિલો ચોકલેટનો જથ્થો જપ્ત કરી સીલ માર્યું
શહેરના હીરાવાડી વિસ્તારમાં જી.ડી. હાઈ સ્કુલ રોડ પર આવેલા મનન ફૂડની ફેક્ટરીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. મનનપુર દ્વારા સુગર બોઈલ્ડ લોલીપોપ ચોકલેટ બનાવવામાં આવતી હતી જે જગ્યા ખૂબ જ ગંદકી અને નિયમોનું પાલન કરવામાં આવતું નહોતું. જેના પગલે ફૂડ વિભાગ દ્વારા 1500 કિલો જેટલો ફ્લેવરનો જથ્થો જપ્ત કરી ફેક્ટરી સીલ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ફુડ વિભાગ દ્વારા હીરાવાડી વિસ્તારમાં આવેલી મનન ફૂડ નામની ફેક્ટરીમાં તપાસ કરવામાં આવી હતી જેમાં તપાસ દરમ્યાન માલીક નરેશભાઇ ઘનશ્યામભાઇ મંગવાણી દ્વારા સુગર બોઇલ્ડ કન્ફેકશનરી-લોલીપોપ મીક્ષ ફ્લેવરનો ધંધો કરતાં હતા. ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006નું રીટેઇલરનું લાયસન્સ મેળવી સુગર બોઇલ્ડ કન્ફેકશનરી-લોલીપોપ મીક્ષ ફ્લેવરનું મેન્યુફેકચરીંગ કરતા હતા. રૂ. 4.50 લાખનો સુગર બોઈલ્ડ લોલીપોપ ચોકલેટનો જથ્થો જપ્ત ધંધાવાળી જગ્યાએ ખુબ જ ગંદકી જોવા મળેલી તેમજ નકામો અને ખરાબ ભંગાર મળી આવ્યો હતો. ફેક્ટરીમાં કામ કરતા કારીગરોએ કેપ, એપ્રન, ગ્લોવ્ઝ પહેરેલ ન હતા તેમજ તેઓના મેડીકલ ફિટનેસ રીપોર્ટ પણ કરાવેલા ન હતા. ફુડ વિભાગ દ્વારા જાહેર આરોગ્યના હિતમાં જગ્યાને તાત્કાલિક અસરથી સીલ કરી છે. રૂ. 4.50 લાખની કિંમતનો 1500 કિલોગ્રામ જેટલો સુગર બોઈલ્ડ લોલીપોપ ચોકલેટનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan