top
AMCનો ગેરકાયદે બાંધકામ પર હથોડો:દરિયાપુરના પોપટિયાવાડમાં બે ગેરકાયદેસર રહેણાંક બાંધકામ સ્કીમો તોડી, નોટિસ આપ્યાના છ મહિના બાદ ડિમોલિશન
શહેરના કોટ વિસ્તારમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર બાંધકામો ઉભા થઈ જાય છે. કોઈપણ પ્રકારના પ્લાન અને રજા ચિઠ્ઠી મેળવ્યા વિના બાંધકામો ઉભા કરી દેવામાં આવતા હોય છે, ત્યારે દરિયાપુર વિસ્તારમાં આવેલા પોપટિયાવાડમાં આઈસફ્લેટની બાજુમાં અને ગોસ ગલીમાં રહેણાંક પ્રકારની પાંચ માળ સુધીની બે બિલ્ડિંગો ઊભી કરી દેવામાં આવી હતી જેને મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલિશન કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. ત્રણ વખત નોટિસ આપ્યા બાદ દરિયાપુર પોલીસના બંદોબસ્ત સાથે. ગ્રાઉન્ડ ફ્લોરથી પાંચ માળની બિલ્ડિંગ તૈયાર મળતી માહિતી મુજબ, દરિયાપુર વિસ્તારમાં પોપટિયાવાળ પાસે ખજૂર ગલી અને ગોસ ગલીમાં બે ગેરકાયદેસર પ્રકારની બાંધકામ સ્કીમ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વિના બારોબાર ઊભી કરી દેવામાં આવી હતી. ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને પાંચ માળ સુધી બિલ્ડિંગ બનીને તૈયાર થઈ ગઈ હતી, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ગ્રાઉન્ડ ફ્લોરથી જ બાંધકામ ચાલુ થયું, ત્યારે કોઈ કડક કાર્યવાહી ન કરી અને પાંચ માળ બની ગયા બાદ હવે ત્રણ નોટિસ આપીને આજે 8 સપ્ટેમ્બરના રોજ દરિયાપુર પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. એસ્ટેટ વિભાગની ડિમોલિશનની કાર્યવાહી દરિયાપુર આઈસ ફ્લેટની પાછળ ફિરોજ હુસેન અબ્દુલ કાદર મુનશી અને નવસાદભાઈ સહિત લાગતા વળગતા લોકો દ્વારા રહેણાંક પ્રકારનું 18390 ચોરસ ફૂટ જગ્યામાં બાંધકામ સ્કીમ ઉભી કરી દેવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છ મહિના પહેલાં ત્રણ નોટિસ આપવામાં આવી હતી. જ્યારે ગોસ ગલીમાં શાહજહાં બીબી આસિફ ખાન, સમરન બાપુ અને લાગતા વળગતા લોકોએ રહેણાંક પ્રકારનું સ્કીમ 7240 ચોરસ ફૂટ જગ્યામાં બાંધકામ ઊભું કરી દીધું હતું. આ રહેના જ સ્કીમને કોર્પોરેશન દ્વારા બે મહિના પહેલા નોટિસ આપી હતી તેમ છતાં પણ ડિમોલિશન ન કરવામાં આવતા એસ્ટેટ વિભાગ દ્વારા તેને ડિમોલિશન કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar