business
અમદાવાદ મેટ્રોમાં દરરોજ 2 લાખ લોકોની મુસાફરી:GMRCએ કહ્યું- મુસાફરોમાં મેટ્રો પ્રત્યે વિશ્વાસ વધ્યો, કોઈ મેગા ઇવેન્ટ ન હોવા છતાં સામાન્ય દિવસોમાં મુસાફરીનો આંક વધ્યો
અમદાવાદ મેટ્રોએ મુસાફરોની સંખ્યામાં વધુ મોટો આંકડો જોવા મળ્યો છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન એટલે કે GMRC દ્વારા જણાવ્યા અનુસાર, ચાલુ ઓગસ્ટ મહિનામાં અમદાવાદ મેટ્રોમાં પ્રતિદિન 2 લાખ સુધીની મુસાફરી નોંધાઈ છે. ખાસ વાત એ છે કે આ 2 લાખ મુસાફરીનો આંકડો એવા દિવસોમાં નોંધાયો છે, જ્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IPL, વર્લ્ડ કપ જેવી કોઈ મોટી ક્રિકેટ મેચ યોજાઈ ન હતી. આ ઉપરાંત Coldplay જેવા મોટા મ્યુઝિક કોન્સર્ટ કે અન્ય કોઈ મેગા ઇવેન્ટ પણ યોજાઈ ન હતી. એટલે કે સામાન્ય દિવસોમાં જ અમદાવાદ મેટ્રોએ દૈનિક 2 લાખ મુસાફરીનો આંકડો હાંસલ કર્યો છે. GMRCએ મુસાફરોનો આભાર માન્યો GMRCના જણાવ્યા પ્રમાણે, મુસાફરોમાં મેટ્રો પ્રત્યે વિશ્વાસ સતત વધી રહ્યો છે. દૈનિક અવરજવર માટે અમદાવાદ મેટ્રોને પ્રથમ પસંદગી બનાવનારા તમામ મુસાફરોનો GMRC દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. મુસાફરોનો વધતો વિશ્વાસ અને સતત સહકાર અમદાવાદ મેટ્રોની સેવાઓને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો હોવાનું GMRCએ જણાવ્યું છે. આ રીતે મેગા ઇવેન્ટના સહારે નહીં પરંતુ સામાન્ય દિવસોમાં જ દૈનિક 2 લાખ મુસાફરીનો આંકડો પાર કરવો અમદાવાદ મેટ્રો માટે મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે.
Read full article on Divya Bhaskar